www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બજાણા નજીકથી તસ્કર ગેંગ રૂા. 2.09 લાખનો વિજ વાયર ચોરી ગઇ


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 28
પાટડી તાલુકાના માલવણથી બજાણા તરફ નર્મદા કેનાલ પાસેથી અજાણ્યા તસ્કરોની ગેંગ રૂ. 2.09 લાખનો કુલ 6156 મીટર વાયર ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં માલવણ પાટડી રોડ પર આવેલા 66 કેવી ખેતીવાડી ફીડરમાંથી તસ્કરો અલગ અલગ ત્રણ જગ્યાએથી મળીને 6156 મીટર વાયર ચોરી અંધારામાં અદ્રશ્ય થઇ ગયા હતા. આ બનાવ અંગે બજાણા પોલીસ મથકે ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પાટડી પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર નિલેષકુમાર હરિલાલ મંડલીએ બજાણા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યાનુસાર માલવણ પાટડી રોડ ઉપર આવેલા 66 કેવી માલવણ સબ સ્ટેશનની સામે માલવણ કેનાલ પાસે થઈને ઉમા સંકુલ સુધીની લાઈન આવેલી છે. જે લાઈન 11 કેવી કિરણ સ્કાય ખેતીવાડી ફીડરની નવી લાઈનમાંથી વીજ ચેકીંગની ટીમની તપાસમાં લાઈનમાં લગાવેલા વીજ વાયર જોવા ન મળતા બાદમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા નવી લાઈનમાં લગાવેલા પોલ ઉપરથી 54 ગાળામાં ત્રણ વાયર મળી જેની એક વાયરની લંબાઈ આશરે 2052 મીટર મળી કુલ ત્રણ વાયર મળી કુલ રૂ. 2,09,267ની કિંમતનો કુલ 6,156 મીટર વાયર કોઈ અજાણ્યા તસ્કરોની ગેંગ રાત્રીના અંધારામાં ચોરી કરી નાસી જતા આ બનાવ અંગે પાટડી પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર નિલેષકુમાર હરિલાલ મંડલીએ અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બજાણા પોલીસે ચોરી અંગેનો ગુન્હો દાખલ કરી અજાણ્યા તસ્કરોની ગેંગને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના બી.કે.દેથળીયા ચલાવી રહ્યાં છે.

Print