www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ સહિત રાજયનાં 30 મામલતદારોની બદલી


મહેસુલ વિભાગ દ્વારા બદલીના ઓર્ડરો ઈશ્યુ કરાયા

સાંજ સમાચાર

ગાંધીનગર,તા.2
રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 30 મામલતદારની બદલીઓના આદેશ કર્યા છે.રાજકોટ,ખેડા, દેવભૂમિ દ્વારકા, દાહોદ, મોરબી, રાજકોટ, વડોદરા સહિતના અનેક જિલ્લાના મામલતદારોની બદલી કરવામાં આવી છે.

અહી બે ઉલ્લેખનીય છે કે અઠવાડિયા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ખેડા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. આ બાદ શુક્રવારે જિલ્લા સમાહર્તા અમિત પ્રકાશ યાદવે મહુધા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. જે બાદ રવિવાર રજાનો દિવસ હોવા છતાં ગયા અઠવાડિયે જિલ્લાના 80 નાયબ મામલતદારની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં મહેસુલ, પુરવઠા , ઇ - ધરા સહિતના નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે.

ત્યારે લોકસભાની ચૂંટણીમાં જોડાયેલા નાયબ મામલતદારો સિવાયના તમામ નાયબ મામલતદાર કલેકટર દ્વારા તાત્કાલિક બદલીની જગ્યાએ હાજર થવા સૂચન કરવામાં આવ્યું હતું.હવે વધુ 30 મામલતદારોની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ કલેકટર કચેરીમાં ચૂંટણી શાખામાં ફરજ બજાવતા મામલતદાર એચ.એલ.ચૌહાણની ચૂંટણી શાખામાંથી બદલી કરી તેઓને ડીઝાલ્ટર શાખામાં મૂકવામાં આવેલ છે.

આવી જ રીતે જામનગર, કલેકટર કચેરીના અધ્યક્ષ બી.ટી. લવાણીને તે જામનગરમાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવવામાં આવી છે. જૂનાગઢ કલેકટર કચેરીમાં ચૂંટણી શાખામાં ફરજ બજાવતા પાઉભાઈ મુસાભાઈની બદલી કરી તેઓને જૂનાગઢમાં ડીઝાસ્ટર મામલતદાર તરીકે મુકવામાં આવેલ છે. રાજયમાં 30 મામલતદારોની બદલીના મહેસુલી વિભાગ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ છે.

 

Print