www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લીંબડી-અમદાવાદ હાઇવે પર ત્રિપલ અકસ્માત:ખાનગી ટ્રાવેલ્સ, ટેન્કર અને કાર વચ્ચે ટક્કર,થતા 20થી વધુ લોકોને ઈજા


સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. 22

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. લીંબડીના કાનપરા ગામના પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સ, ટેન્કર અને કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.

આ ગોઝારા અકસ્માતની ઘટનામાં અંદાજે 20થી વધુ વ્યકિતઓને ઈજાઓ પહોંચતા એમને લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે ફેદરા, બગોદરા, લીબડી અને ચુડા 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ટ્રિપલ અકસ્માતની ઘટનાના પગલે લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Print