www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આટકોટ પાસેથી દારૂની 888 બોટલ સાથે બે રાજસ્થાની શખ્સ ઝડપાયા, રૂ.23.45 લાખનો મુદ્દામાલ જપ્ત


♦ આરોપીઓ ફોર્ચ્યુનર કારમાં નીકળ્યા હતા, બાબરા તરફ દારૂ ઉતારવાનો હોવાની શંકા, રાજસ્થાન બોર્ડરથી માલ ભર્યો હતો

સાંજ સમાચાર

♦ પીઆઈ ઓડેદરા, પીએસઆઇ ગોહિલ અને બડવાની ટીમની કાર્યવાહી : દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, ભોજાભાઈ ત્રમટાની બાતમી

 

રાજકોટ, તા.28
આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની 888 બોટલ ઝડપાઇ હતી. રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચે રૂ. 3,10,800નો દારૂ, કાર, 3 મોબાઈલ ફોન સહિત રૂ. 23,45,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બે રાજસ્થાની આરોપીઓની ધરપકડ કરી છે. દારૂ રાજસ્થાન બોર્ડરથી ભર્યો હતો અને અમરેલી-બાબર તરફ લઈ જવાતો હતો.

પોલીસ સૂત્રોએ આપેલી વિગત મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડએ ડી.જી.પી.ની પ્રોહીબિશનની ડ્રાઈવ અંગે વિદેશી દારૂના ગણનાપાત્ર કેસ શોધી કાઢવા સુચના આપી હતી. જેથી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ ડી.જી. બડવા, પીએસઆઇ એચ.સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, કોન્સ્ટેબલ ભોજાભાઈ ત્રમટાની સંયુક્ત બાતમી હકિકત આધારે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના આટકોટ - ગોડલ રોડ પરથી ફોર્ચ્યુનર ફોરવ્હીલ કારમાંથી બે આરોપીઓને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથે પકડી પડયા હતાં.

આરોપીઓમાં નરેશકુમાર પહાડજી પુરોહિત (રહે.સાંચોર નહેરૂ કોલોની જી.સાંચોર રાજસ્થાન), ગુલાબખા અનવરભાઈ મુસ્લા (રહે. પાનસલા તા.જી. સાંચોર રાજસ્થાન)ની પૂછપરછના આધારે સપ્લાયર અંગે માહિતી મેળવવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે.

આ કામગીરીમાં એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઇ ડી.જી.બડવા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, એ.એસ.આઈ. અનિલભાઈ બળકોદીયા, બલકૃષ્ણ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સાંબડા, જીતેન્દ્રભાઈ ગોહીલ, અનિલભાઈ ગુજરાતી, ધર્મેશભાઈ બાવળીયા, કોન્સ્ટેબલ ભોજાભાઈ ત્રમટા, મથુરભાઈ વાસાણી, અબ્દુલભાઈ શેખ વગેરે ફરજ પર રહ્યા હતા.

Print