www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હત્યા પ્રયાસના કેસમાં બે આરોપી ભાઇઓને પાંચ વર્ષની જેલ


સાંજ સમાચાર

જામનગર તા.29
જામજોધપૂર તાલુકાના  સમાણા ગામે 2011ની સાલમાં એક ખેતર પાસે ક્રિકેટ રમતા યુવાનોને રમવાની ના પાડવા મુદ્દે થયેલી માથાકુટમાં ખેડુતને માથામાં બેટ મારીને હત્યાનો પ્રયાસ કરવાના કેસના બે આરોપી ભાઈઓને અદાલતે તકસીરવાન ઠેરવીને પાંચ વર્ષની જેલ સજા અને રૂ. 25 હજારનો દંડ ફરમાવ્યો છે.

શેઠવડાળા પોલીસ મથકમાં સમાણા ગામના જયશ્રીબેન નામના મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના પતિ જેન્તીભાઈ વાદી તા.25/9/2011ના રોજ તેઓના ખેતરની જગ્યા નજીક ક્રિકેટ રમતા યુવાનોને રોકવા જતા માથાકુટ સર્જાઈ હતી. જેમાં દિનેશ ઉર્ફે જમન વાઘેલા અને ભુપેન્દ્ર ઉર્ફે ધીરુ વાઘેલા
નામના બ યુવાનાએ તેના ઉપર બેટ વડે હુમલો કરતાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી.

પોલીસે મહિલાની કરિયાદ ઉપરથી બંને સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી કરી હતી. આ કેસ અહીંની સેસન્સ અદાલતમાં ચાલી જતાં કેસમાં 31 સાહેદોના નિવેદનો લેવાયા હતા તેમજ સંખ્યાબંધ દસ્તાવેજી અને અન્ય પુરાવા રજુ થયા હતા. જે બાદ આજે તા.28 જુનના રોજ અદાલતે જિલ્લા સરકારી વકીલ પિયુષ જે. પરમારની રજુઆતો સંખ્યાબંધ પુરાવા ગ્રાહ્ય ગણીને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીઓને તકસીરવાન ઠેરવીને પાંચ- પાંચ વર્ષની જેલ સજા અને રૂ.25-25 હજારનો દંડ ફરમાવ્યો હતો.

Print