www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ભગવતીપરામાં થયેલ મારામારીના ગુનામાં બે આરોપી જામીનમુક્ત


સાંજ સમાચાર

રાજકોટ, તા.22
ભગવતીપરામાં થયેલ મારામારીના ગુનામાં બરબસીયા બંધુના જામીન કોર્ટે મંજુર કર્યાં છે. આ કેસની વિગત મુજબ, તા.8/4/2024ના રોજ ફરિયાદી જયેન્દ્રભાઈ ભુપતભાઈ ડાંગર (રહે.ગાંધી સ્મૃતિ સોસાયટી શેરી નં. 01, ભગવતીપરા)એ બી.ડિવિઝન પોલીસને ફરિયાદ આપેલ કે, તે પોતાના ઘરે પોતાના માતા સાથે ગરમ જમવાનું આપવા બાબતે દલીલો કરતો હતો.

બંને બોલતા બોલતા ઘરની બહાર આવી ગયા. મોટેથી બંને બોલવા લાગ્યા હતા ત્યારે જ તેના પાડોશમાં રહેતા કાળું બીજલ બરબસીયા અને તેનો ભાઈ સાજન બીજલ બરબસીયા બહાર આવેલ અને કહેલ કે, કેમ શેરીમાં રાડો પાડે છે? તેમ કહી બંને ભાઈઓએ અપશબ્દો કહ્યા. ધારીયું અને પાઈપ લાવી હુમલો કર્યો હતો.

 લોહી નીકળતા ફરિયાદી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. ગુનો દાખલ થતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. જેલમાંથી આરોપી અનિલ ઉર્ફે કાળું બીજલ બરબસીયા અને તેનો ભાઈ સંજય ઉર્ફે સાજન બીજલ બરબસીયાએ જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આરોપીઓના એડવોકેટ ઘનશ્યામ વાંકે કરેલ દલીલો, રજૂ રાખેલા પુરાવા, ટાંકેલા ચુકાદા ધ્યાને લઇ કોર્ટે બંને આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે. 

આ કેસમાં આરોપી અનિલ ઉર્ફે કાળું બીજલ બરબસીયા અને સંજય ઉર્ફે સાજન બીજલ બરબસીયા વતી એડવોકેટ ઘનશ્યામ સી. વાંક, નિખિલ રાઠોડ અને પિયુષ ચાવડા રોકાયેલ હતા.

 

Print