www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીમાં રીક્ષામાં બેઠેલા આધેડની રોકડ સેરવી લેનાર રીક્ષા ગેંગની મહિલા સહિત બેની ધરપકડ


ઉલ્ટી ઉબકાનું નાટક કરી 50 હજાર ચોરી લીધા હતા

સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 28
મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાં જીરું વેચવા માટે આધેડ આવ્યા હતા અને જીરૂ વેંચીને જીઆઇડીસી તરફ જવા માટે તે રિક્ષામાં બેઠા હતા ત્યારે તેની સાથે મુસાફરની જેમ રિક્ષામાં બેઠેલ બે પુરુષ અને એક સ્ત્રીએ ઉલટીનું બહાનું કરીને તેની નજર ચૂકવીને 50 હજાર રૂપિયાની ચોરી કરી હતી જે ગુનામાં આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં હાલમાં પોલીસે એક મહિલા સહિત બે આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના કૃષ્ણનગર ગામે રાજેશભાઈ કાનગડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી ગણપતભાઈ હજારિયાભાઈ કોળીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષાના ચાલક તથા તે રિક્ષામાં બેઠેલ મહિલા સહિતના અન્ય બે વ્યક્તિઓ આમ કુલ મળીને ચાર વ્યક્તિની સામે ચોરીની ફરિયાદ નોંધાવે હતી જેમાં જણાવ્યું હતું કે, મોરબીના માર્કેટયાર્ડથી જીરું વેંચાણ કરીને તેના રોકડા રૂપિયા લઈને તેઓ જીઆઇડીસીના નાકા સુધી જવા માટે સીએનજી રીક્ષામાં બેઠા હતા.

ત્યારે રીક્ષામાં અગાઉથી મુસાફરની જેમ બેઠેલ બે પુરુષ અને એક મહિલાએ ઉલટીનું નાટક કર્યું હતું અને ફરિયાદીની નજર ચૂકવીને તેની પાસેથી રોકડા 50 હજારની ચોરી કરી હતી જેની ફરિયાદ આધારે એલસીબી અને અને પેરોલફ્લો સ્કવોડની ટીમે નવા બસ સ્ટેન્ડ પાસેથી સીએનજી રીક્ષા નં. જીજે 3 બીએક્સ 6186 તેમજ ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપી ઇરફાનભાઈ મહમદભાઈ અબુમીયા (24) અને કાંતાબેન હરિભાઈ ડાભી (65) ની ધરપકડ કરી હતી અને ચોરીમાં ગયેલ રોક્સ તેમજ મોબાઈલ અને રિક્ષા મળીને પોલીસે 1,25,000 નો મુદામાલ કબજે કરેલ છે.

Print