www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલાવડ પંથકમાં બે ઇંચ વરસાદ : વાવણીના સમયે મેઘમહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ


સાંજ સમાચાર

(રાજુ રામોલિયા)
કાલાવડ, તા.24
કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી જવા પામેલ છે. ભારે ઉકળાટ બાદ વાતાવરણ મા પલટો આવતા ગઇકાલે કાલાવડ શહેરમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો, વરસાદી પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યાં હતાં.

તાલુકાના નિકાવા, શીશાંગ, મોટી વાવડી, મોટાવડાળા, પાતામેધપર સહિત ના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કાલાવડ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અડધા કલાકમાં તોફાની 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા. વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી કાલાવડ શહેરિજનો ને ગરમીમાંથી રાહત મળી છે. વાવણીના સમયે વરસાદ પડતાં ધરતીપુત્રો માં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.

Print