www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઈટલી પાસે સમુદ્રમાં બે જહાજ ડૂબ્યા: 11ના મોત, 60નો બચાવ


ઈટલીના કોસ્ટગાર્ડ દ્વારા બચાવ અભિયાન: જહાજમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના પણ પ્રવાસીઓ હતા

સાંજ સમાચાર

રોમ (ઈટાલી) તા.18
ઈટલીના દરિયા કિનારે સોમવારે સમુદ્રમાં બે જહાજ ડૂબી ગયા હતા જેમાં 11 પ્રવાસીઓના મોત નિપજયા છે, જયારે 66 લોકો લાપતા બન્યા છે. એક જહાજમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો પણ સવાર હતા.

અહેવાલો અનુસાર પ્રવાસી જહાજમાં કેટલીક ખરાબી આવી જવાથી કેટલાક કલાક બાદ સોમવારે મોડીરાત્રે સુધી ભૂમધ્ય સાગરમાં ઈટલીના કોસ્ટ ગાર્ડે ખોજ અને બચાવ અભિયાન ચાલુ રાખ્યું હતું. દક્ષિણ ઈટલીમાં કેલાબ્રિયાના તટથી લગભગ 120 માઈલ (193 કિલોમીટર) દુર સંકટમાં ફસાયેલી એક મર્ચન્ટ શિપે સૌથી પહેલા એસઓએસ કોલ કર્યો.

ત્યારબાદ બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મર્ચન્ટ શિપે 12 લોકોને બચાવ્યા હતા. અમે ઈટલીના કોસ્ટ ગાર્ડ જહાજ આવ્યા સુધી તેની સહાયતા કરી હતી. બે ઈટાલિયન પેટ્રોલીંગ નૌકાઓ, એક એટીઆર42 વિમાન ખોજમાં સામેલ છે. જહાજ તુર્કીથી રવાના થયું હતું.

આ પહેલા એક ઘટનામાં જર્મન સહાયતા સમૂહ રેસ્કશિપની સાથે એક બચાવ જહાજે 10 પ્રવાસીઓને મૃત હાલતમાં શોધ્યા હતા અને ઈટલીના સૌથી દક્ષિણી દ્વીપ લેમ્પેડુઆથી દુર માલ્ટા પાસે સંકટમાં ફસાયેલા એક નાવ પર સવાર 51 લોકોને બચાવ્યા હતા.

 

Print