www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રૂા.9 લાખના ચેક રીટર્ન કેસમાં યુકે રહેતા નીશા ડુસારાને 15 માસની કેદની સજા


30 હજાર પાઉન્ડ બેંકમાં અટવાયા છે, તેમ કહીં અઠવાડિયા માટે ફરિયાદી પાસેથી ઉછીના રૂપિયા લઈ પછી ચેક આપ્યો હતો

સાંજ સમાચાર

રાજકોટ, તા.26

રાજકોટમાં આલાભાઈના ભઠ્ઠા પાસે શક્તિનગરના ખુણે રહેતા અને હાલ યુ.કે. મુકામે રહેતી નીશાબેન કેતનભાઈ ડુસારાએ રાજકોટમાં તેમના પડોશી ફરીયાદી ધીરેન પ્રફુલભાઈ મહેતા પાસેથી સબંધના દાવે રૂ.9,00,000 હાથ ઉછીના લીધા હતા. જે પરત કરવા આપેલો ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદ કરી હતી.

કેસ મુજબ, આરોપીએ યુ.કે.થી બેંકમાં 30 હજાર પાઉન્ડ જમા કરાવેલ. તે કોઈ કારણોસર ઉપડતા નથી અને તે ટેકનીકલ ખામી દૂર કરતા પાંચથી સાત દિવસ લાગે તેમ હોય અને આરોપીને અરજન્ટ રૂ.23 લાખની કોઈ પાર્ટીને પેમેન્ટ કરવાનું હોય ટેકનીકલ ખામી ક્લીયર થયે ખાતામાં રકમ જમા થયે રકમ પરત કરી આપશે. તેમ કહી ફરીયાદી તથા ગ્રુપ સર્કલમાંથી રકમની વ્યવસ્થા કરી આપવા જણાવેલ અને આરોપી હિથો એરપોર્ટમાં નોકરી કરતા હોય મોટા બિઝનેસમેન સાથે સંકળાયેલ હોય નાણા ડુબશે નહી તેવો વિશ્વાસ આપતા ફરીયાદીએ રૂ.9,00,000 લાખ તથા અન્ય બે મિત્રો પાસેથી રૂ.14,00,000 લઈ આરોપીને આપેલ. રકમ પૈકી 9 લાખ પરત કરવા ચેક આપેલો. જે ચેક રિટર્ન થયો હતો. 

કેસ ચાલતા ફરિયાદીના વકીલ ફળદુએ દલીલ કરેલી કે, તહોમતદાર મુંબઈ મુકામે પણ રૂ.આઠ કરોડથી પણ વધુ રકમની છેતરપીડી કરેલ નો ગુનો દાખલ થતા આરોપી યુ.કે. થી ભારતમાં પ્રવેશ કરતા ધરપકડ થઈ જતા મુંબઈ મુકામે જેલમાં હોય ત્યાથી હાલના કામે હાજર રખાવવામાં આવેલ. તેથી આરોપીની આવા પ્રકારના ગુના કરવાની ટેવ પણ હોવા સબંધે લંબાણ પુર્વકની દલીલો કરવામાં આવેલ. જે ધ્યાને લઈ કોર્ટે આરોપીને 15 માસની સજા ઉપરાંત ચેકની રકમ એક માસમાં ફરીયાદીને ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે. ઉપરોકત કેસમાં ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, 2ીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા તથા જસ્મીન દુધાગરા રોકાયેલ હતા.

 

Print