www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ટી.ટવેન્ટી વર્લ્ડકપ પુર્વે જ મોટો અપસેટ

અમેરિકાએ બાંગ્લાદેશને 5 વિકેટે પછાડી ધૂળ ચાટતુ કરી દીધુ


154 રનનો ટાર્ગેટ અમેરિકાએ 19.3 ઓવરમા જ હાંસલ કરી લીધો

સાંજ સમાચાર

હ્યુસ્ટન તા.22
ટી ટવેન્ટી ક્રિકેટ વર્લ્ડકપ પુર્વે ગઈકાલે અમેરિકાની ટીમે જબરો અપસેટ કરી દીધો હતો અને ધરખમ ગણાતી બાંગ્લાદેશની ટીમને ત્રણ બોલ બાકી હતા ત્યારે 5 વિકેટે હરાવી દીધુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ટી ટવેન્ટી વર્લ્ડકપ પુર્વે ગઈકાલથી અમેરિકામાં બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચે ત્રણ મેચોની ટી ટવેન્ટી શ્રેણી શરૂ થઈ છે.

આ મેચમાં બાંગ્લાદેશ 20 ઓવરમાં છ વિકેટનાં ભોગે માત્ર 153 રન બનાવી શકયુ હતું. બાંગ્લાદેશ તરફથી મિડલ ઓર્ડર બેટસમેન તૌહીદ હકય એ 58 રન બનાવ્યા હતા.

જયારે અમેરિકા તરફથી સ્ટીવન ટેલરે બે વિકેટ અને સૌરભ નેત્રવલકર, અલીખાન તથા જસદીપસિંહે એક-એક વિકેટ લીધી હતી.
દરમિયાન અમેરિકાએ જીત માટે જરૂરી ટાર્ગેટ 19.3 ઓવરમા જ હાંસલ કરી લીધો હતો. અમેરિકા તરફથી કોરી એન્ડરસને 34 અણનમ અને હરમીત સિંહે 33 અણનમ રન કર્યા હતા.

Print