www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિધાનસભા-68માં શાળા પ્રવેશ શરૂ કરાવતા ઉદય કાનગડ


સાંજ સમાચાર

રાજકોટ વિધાનસભા-68માં શાળા  પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી કાર્યક્રમમાં ધારાસભ્ય ઉદય કાનગડે ઉપસ્થિત રહી ભુલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા. 
તેઓએ ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્ય તરફ ડગ માંડવાનું પ્રથમ સોપાન ગણાવ્યું હતું. 

વિધાનસભા-68માં ભગવતીપરા શાળા નં.43 અને 100, જુના મોરબી રોડ ખાતે શાળા નં.77 અને શાળા નં.46માં ધારાસભ્યની હાજરીમાં પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, શહેર ઉપપ્રમુખ પુજાબેન પટેલ, વોર્ડ પ્રભારી જે.ડી.ભાખર, શિક્ષણ સમિતિ સભ્ય વિરમભાઇ સાંબડ, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Print