www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રે...ગરીબી!!

Uttar Pradesh : બાળકોને ભુખ્યા ન જોઈ શકનાર માતાએ ચાર બાળકોને નદીમાં ડુબાડયા!!: બે બાળકોના મોત થયા


સદનસીબે છ વર્ષનો દિકરો બચી ગયો: દોઢ વર્ષનું બાળક હજુ ગાયબ: હૃદય કંપાવનારી કહાની: યુ.પી.નો બનાવ: બધા બાળકો ભુખથી રડતા ‘મા’ જોઈ ન શકી અને પગલુ ભર્યું

સાંજ સમાચાર

લખનૌ: ઉત્તરપ્રદેશના ઔરૈયામાં બહુ દર્દનાક ઘટના બની છે. બરુઆ ગામની એક મહિલા પોતાનાં બાળકોને ભૂખે મરતાં ન જોઈ શકી એટલે તેણે પોતે જ તેમનો જીવ લઈ લીધો હતો. પ્રિયંકા નામની મહિલાએ પોતાનાં ચાર બાળકોને નદીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંનાં બે માસુમ પાણીમાં ડુબી જવાને કારણે મૃત્યુ પામ્યાં હતાં. સદનસીબે એક બાળક બચી ગયું હતું અને સૌથી નાનું બાળક હજી પણ ગાયબ છે. આ મહિલાની પોલીસે ધરપકડ કર્યા બાદ તેણે ગુનો કબુલી લીધો હતો.

મહિલાએ કહ્યું કે ‘પતિના મૃત્યુ બાદ હું બાળકોનું ભરણપોષણ કરી શકતી નહોતી અને અમને ખાવાનાં પણ ફાંફાં થઈ ગયા હતા. મારાં બાળકો ભૂખને કારણે રડતાં હતાં જે હું જોઈ નહોતી શકતી એટલે તેમને આ પીડામાંથી મુક્ત કરવા મે તેમને મારી નાખ્યાં.’

પ્રિયંકાના પતિનું દોઢ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું અને તે પોતાના પિતરાઈ દિયર સાથે રહેતી હતી. મંગળવારે તે બાળકોને લઈને કેશમપુર ઘાટ ગઈ હતી અને બંબા નદીમાં તેમને ડુબાડી દીધાં હતાં. એમાં 4 અને 5 વર્ષનાં બે બાળકોને ડૂબી જતાં મૃત્યુ થયું હતું. તેનો 6 વર્ષનો દીકરો કોઈક રીતે બચી ગયો હતો, પણ દોઢ વર્ષનું બાળક જે મમ્મી સાથે હતું તે હજી ગાયબ છે.

Print