www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકસભાની ચૂંટણીના અંતિમ દોર વચ્ચે...

કેન્દ્રીય ગૃહમંત્રી વારાણસી પહોચ્યા: પત્ની સાથે કાશી વિશ્વનાથની પૂજા કરી


સાંજ સમાચાર

વારાણસી,તા.30

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પત્ની સાથે કાશી વિશ્વનાથ પહોંચ્યા હતા. તેમણે મંદિરમાં જઇને ભગવાન કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરી હતી. શિવજીને બિલ્વ પત્ર, પાણી, દૂધ અને પંચામૃતથી સ્નાન કરાવીને અભિષેક કર્યો હતો. બાદમાં ભગવાનની આરતી પણ ઉતારી હતી. આ સમયે તેમના પત્ની પણ હાજર જોવા મળ્યા હતા.

મહત્વનું છે કે પીએમ મોદી ત્રીજી વખત વારાણસીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કાશીના પૌરાણિક શહેર તરીકે પ્રખ્યાત વારાણસીમાં પીએમ મોદીએ 2014 અને 2019ની ચૂંટણી જીતી હતી. આ વખતે તેમની સામે છ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અગાઉ 2014ની ચૂંટણીમાં તેમની સામે 41 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે 2019ની ચૂંટણીમાં તેમને 26 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં હતા. ત્યારે 2024ની ચૂંટણીમાં પીએમ મોદીની સામે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાં કોંગ્રેસના અજય રાય અને બસપાના અથર જમાલ લારી મુખ્ય છે. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં વારાણસીમાં 1 જૂને મતદાન થશે. 

Print