www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સૌરાષ્ટ્રના પ્રવાસે સોમનાથ મહાદેવ દર્શન સાથે પૂજન-અર્ચન કર્યું


પોરબંદર વિધાનસભા બેઠક મત વિસ્તારોમાં મતદારો આભાર માનશે: રવિવારે કાગવડ ખોડલધામ મંદિરે દર્શન કરી ગોંડલ યાર્ડના કાર્યક્રમમાં હાજરી આપશે

સાંજ સમાચાર

રાજકોટ, તા.14
તાજેતરમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠક પર વિજેતા થયેલા કેન્દ્રમાં શ્રમ અને રોજગાર તેમજ યુવા વિકાસ વિભાગના મંત્રી બનેલા ડો. મનસુખભાઇ માંડવીયા ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી પહોંચ્યા છે.

તેઓ આજે સજોડે સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી તેમજ પાઘ પૂજા કરીને સોમનાથ મહાદેવને પાઘ અર્પણ કરી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મંત્રીનું અભિવાદન કરી સ્મૃતિ ભેટ અર્પણ કરેલ.

પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટાઇ ફરી કેન્દ્રીય મંત્રી બનેલા ડો. મનસુખભાઇ માંડવીયા પોરબંદર વિધાનસભા બેઠકના મત વિસ્તારોના મતદારોનો આભાર માનવા ગ્રામ્ય વિસ્તારોના મતદારોને રૂબરૂ મળવા જશે. વિધાનસભા મતદારોને મળી તેમનો આભાર માનશે. પોરબંદર કિર્તી મંદિરના દર્શને જશે.

રવિવારે મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા બપોરે 12-30 કલાકે ખોડલધામ મંદિર કાગવડ ખાતે દર્શન કરશે. સાંજે 4 કલાકે ગોંડલ યાર્ડ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

 

 

Print