www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

નીટ કૌભાંડ મુદ્દે સંસદમાં હંગામો: સ્થગિત: ગૃહમાં રાહુલ ગાંધીનું ‘માઇક’ બંધ કરી દેવાયું


વિપક્ષી નેતાએ છાત્રોના હિતમાં આજે જ ચર્ચાની માંગ સાથે મુદ્દો ઉઠાવ્યો: વિપક્ષી હોબાળા વચ્ચે કાર્યવાહી સોમવાર સુધી મુલત્વી

સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.28
મેડીકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા-પરિણામમાં કથિત ગોટાળાના મુદ્દે આજે સંસદમાં હંગામો સર્જાયો હતો તેને પગલે લોકસભાની કાર્યવાહી આજે આખા દિવસ માટે સ્થગીત કરીને હવે સોમવારે જ કાર્યવાહી કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં પણ વિપક્ષી હોબાળો થતાં કામગીરી બપોર સુધી સ્થગીત થઇ હતી.

સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો એજન્ડા હતા. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર કૌભાંડની ચર્ચા કરવાની માંગ સાથે મુદ્દો ઉઠાવ્યો હતો અને અન્ય વિરોધપક્ષોએ આ માંગમાં સૂર પુરાવતા ધમાલ શરૂ થઇ હતી.

વિદ્યાર્થીઓના સમ્માન માટે આજે જ ચર્ચા કરવા આગ્રહ કર્યો હતો. અધ્યક્ષ ઓમ બિરલાએ રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવની ચર્ચા કરવા કહ્યું હતું તેના પગલે હંગામો થતાં લોકસભાની કાર્યવાહી બે વખત સ્થગીત રખાયા છતાં વિપક્ષી સભ્યોએ માંગ જારી રાખતા કાર્યવાહી સોમવાર સુધી મુલત્વી રાખી દેવામાં આવી હતી.

પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાએ રાજ્યસભામાં નીટ પેપર લીકનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે તપાસ ચાલુ હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આપણે સામૂહિક જવાબદારી લેવી પડશે. તેમણે હાથ જોડીને ગૃહને આ નિવેદન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ અંગે ચર્ચા થવાની હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર ઓમ બિરલાએ ગૃહના 13 પૂર્વ સભ્યોના નિધનની જાણકારી પણ આપી હતી.

જોકે કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ NEET પેપર લીક મુદ્દે ચર્ચાની માગ કરતાં હોબાળો શરૂ થઇ ગયો હતો.

 

આજનો દિવસ ક્લંક્તિ બની ગયો... રાજ્યસભામાં વિપક્ષી સભ્યો પર અધ્યક્ષ ભડક્યા
નીટ કૌભાંડ પર ચર્ચાની માંગ સાથે સંસદમાં આજે વિપક્ષી સભ્યોએ હોબાળો સર્જતા કાર્યવાહી ચાલી શકી ન હતી. રાજ્યસભામાં પણ ધમાલ વચ્ચે બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગીત કરાઇ હતી તેના પગલે અધ્યક્ષ જગદીપ ધનખડે નારાજગી દર્શાવી હતી. વિપક્ષી નેતા વેલમાં ધસી આવ્યા હોવાનું પ્રથમવાર બન્યું છે.

સંસદના ઇતિહાસમાં આજનો દિવસ ક્લંક્તિ થઇ ગયો હોવાની ટીકા કરી હતી ખૂદ વિપક્ષી નેતા વેલમાં ધસી આવતા ભારતીય સંસદની પરંપરા નીચે ઉતરી ગયાનું દુ:ખ છે.

રાજ્યસભામાં ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીએ રાષ્ટ્રપતિના ભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચા શરૂ કરતાં જ વિપક્ષી સભ્યોએ નીટ પેપર લીકનો મુદ્ો ઉઠાવ્યો હતો અને ધમાલ થતાં અભ્યાસ ભડક્યા હતા અને આકરી ઝાટકણી કાઢી હતી.

વિપક્ષી નેતાનું ‘માઇક બંધ કરી દેવું કેટલું યોગ્ય?’ એટલે હોબાળો થયો
અમે તો નીટ વિશે ચર્ચા જ માંગી હતી: હુડ્ડા

કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે દેશમાં એક પછી એક પેપરલીકની ઘટનાથી યુવાનોનું ભવિષ્ય ખરાબ થઇ રહ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જવાબદારીથી ભાગી રહ્યા છે. વિપક્ષોએ આ મામલે ચર્ચા માંગી હતી. સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો.

આ વખતે માઇક બંધ કરી દેવાયા હતા. વિપક્ષી નેતાનું માઇક બંધ કરી દેવામાં આવે તો દેખીતી રીતે બીજા પક્ષોના સભ્યોમાં પણ ઉહાપોહ સર્જાય અને ગૃહમાં આવું જ થયું હતું. વિપક્ષી દ્વારા નીટ પેપર કૌભાંડની ચર્ચા માંગવામાં આવી હતી.

Print