www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જાહેરાત મુક્ત વિડિયોઝ માટે યુઝર્સે સબસ્ક્રિપ્શન લેવું જરૂરી


યુટ્યુબ પર વીડિયો જોવા માટે 1 હજારથી વધુ ચૂકવવા પડશે

સાંજ સમાચાર

મુંબઈ, તા.29
વપરાશકર્તાઓ માહિતી અને મનોરંજન બંને માટે YouTube  નો ઉપયોગ કરે છે. જ્યારે આ દરમિયાન યુઝર્સ તૂટક તૂટક જાહેરાતોને કારણે થોડા પરેશાન થાય છે. આવી જાહેરાતોને ટાળવા માટે YouTube  પાસે પણ એક નવો વિકલ્પ છે અને તેનો ઉપયોગ અનિચ્છનીય જાહેરાતોથી બચવા માટે કરી શકાશે.

પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન આવા વપરાશકર્તાઓ માટે લાવવામાં આવ્યું છે જે જાહેરાત મુક્ત વિડિયોઝ જોવા માંગે છે. હવે આ સબસ્ક્રિપ્શન પ્લાન કંપની ભારતમાં પણ લાવી છે.

YouTube  ના આ સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત ભારતમાં અલગ રીતે નક્કી કરવામાં આવી છે. એક મહિના માટે 129 રૂપિયા અને 12 મહિના માટે 1,290 રૂપિયા ચૂકવવા પડશે.

જો તમે 3 મહિના માટે સબસ્ક્રિપ્શન ખરીદવામાં આવશે તો  399 રૂપિયા ચૂકવવા પડશે. યોજનાઓની કિંમત સમગ્ર વિશ્વમાં બદલાય છે. જ્યારે કેટલાક દેશોમાં તેની કિંમત પણ ઓછી છે. હવે પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ માટે YouTube  દ્વારા નવા પ્લાન લાવવામાં આવી રહ્યા છે.

યુટ્યુબે તેની કોમ્યુનિટી પોસ્ટમાં કહ્યું કે, તે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન પર કામ કરી રહ્યું છે. યુટ્યુબએ કહ્યું કે, અમે અમારી યોજનાઓનો વિસ્તાર કરી રહ્યા છીએ અને એ પણ જોઈ રહ્યા છીએ કે નવા પ્લાન કયા વપરાશકર્તાઓ માટે હોઈ શકે છે.

તમે મિત્રો સાથે પ્લાન લાભો પણ શેર કરી શકો છો. એટલે કે તમને તેની સાથે શેર બેનિફિટ્સ પણ આપવામાં આવી રહ્યા છે જે યુઝર્સ માટે ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે. પરંતુ તમારે જાહેરાતો સાથે વીડિયો જોવા માટે અલગથી પૈસા ચૂકવવાની જરૂર નથી.

 

Print