www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉત્તરપ્રદેશમાં પોલીસ ભરતીનું પેપર ફુટવામાં ગુજરાત કનેકશન નીકળ્યું


અમદાવાદની ‘એજયુટેસ્ટ’નો સંચાલક વિનીત આર્ય વિદેશ ભાગી ગયો

સાંજ સમાચાર

લખનૌ,તા.22
ઉત્તર પ્રદેશમાં થોડા સમય પહેલા પોલીસ ભરતીમાં કૌભાંડ થયું હોવાની વિગતો સામે આવી હતી. તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં થયેલા પેપર લીકના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે. યુ.પી.પોલીસ ભરતી બોર્ડ દ્વારા સિપાહી ભરતીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષા દરમિયાન યુપી સિપાહી ભરતીનું પેપર લીક થયું હતું.

આ કેસમાં તપાસ માટે ઞઙ સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી હતી.પેપર લીક મામલે STFની તપાસમાં મોટો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અમદાવાદની એજ્યુટેસ્ટ કંપની ઉત્તર પ્રદેશ સિપાહી ભરતીની પરીક્ષા લેવાની હતી. એજયુટેસ્ટના સંચાલક વિનીત આર્યેએ પેપર લીક કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ઉલ્લેખનીય છે કે, એજયુટેસ્ટ કંપની ઓનલાઇન સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરે છે. જેમાં અત્યારે મુખ્ય સૂત્રધાર વિનીત આર્ય વિદેશ નાસી ગયો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશની પરીક્ષા અને તેમાં ગુજરાતના તાર મળી રહ્યા છે.

ગુજરાતમાં પણ છાસ વારે પેપર લીક થતા હોવાના બનાવો સામે આવતા રહે છે. પરંતુ અત્યારે ઉત્તર પ્રદેશની સિપાહીની ભરતીનું પેપર લીક કર્યું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, અમદાવાદમાં આવેલી એજયુટેસ્ટના સંચાલક વિનીત આર્યેએ પેપર લીક કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નોંધનીય છે કે, હમણાં થોડા સમય પહેલા નેટની પરીક્ષા પણ કૌભાંડ થયાની આશંકા સાથે રદ કરવામાં આવી છે.

 

Print