www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટના નેતાઓએ શીખવા જેવું

વડોદરાના સાંસદે જેટલા મતથી જીત્યા, એટલા રૂપિયા CM રિલીફ ફંડમાં આપી દીધા


સાંજ સમાચાર

વડોદરા : વડોદરા બેઠક પરથી ચૂંટાયેલા સંસદસભ્ય ડો. હેમાંગ જોષીએ રૂ।,82,126નો ચેક દાનમાં આપ્યો છે. રાજકોટ ઝછઙ ગેમ ઝોન આગની ઘટનામાં મૃત્યુ પામેલા સદગતના પરિવારજનોને આપવા સંદર્ભે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ।,82,126 નું અનુદાન કર્યું છે.

આ રકમ તેમના નજીકના હરીફ કોંગ્રેસના ઉમેદવાર પર લોકસભા ચૂંટણીમાં જોશીને મળેલી લીડનો આંકડો છે. જોશીએ તેમની જીત બાદ વૃક્ષારોપણની ઝુંબેશ શરૂ કરવાનું વચન પણ આપ્યું છે. તેમણે જિલ્લા કલેક્ટરને ચેક અર્પણ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, રાજકોટના નેતાઓએ આમાંથી કઈ શીખવું જોઈએ અને અનુસરવું જોઈએ. મોટા ભાગના નેતાઓએ તો પીડિત પરિવારોને ભૂલી ગયા હતા અને તેની આજુ બાજુ પણ નહોતા પહોંચ્યા. 

 

Print