www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શુક્રવારે વટ સાવિત્રી વ્રત પૂજન


સાંજ સમાચાર

રાજકોટ, તા.19
ઘણા બહેનો આ વ્રત ત્રણ દિવસ સુધી રહેતા હોય છે તેઓ એ બુધ ગુરુ શુક્રવારે વ્રત રહેવું જોકે ઘણા ખરા બહેનો એક દિવસ પૂરતું જ આ વ્રત રહે છે.
 આ વર્ષે જેઠ સુદ ચૌદસ શુક્રવાર ના દિવસે વટ સાવિત્રી વ્રત રહેવાનું રહેશે. તા.21.6.24 ના દિવસે સવાર ના 7.51 થી પુનમ તિથિ બેસે છે. શનીવારે સવાર ના 6.38 સુધી પુનમ તિથિ છે. શનિવારના દિવસે એકમ તિથિ ક્ષય તિથિ છે આથી પંચાંગ પ્રમાણે જ્યોતિષના નિયમ પ્રમાણે વટ સાવિત્રીનું વ્રત શુક્રવારે રહેવાનું રહેશે. ઘરમાં સુખ શાંતિ આપનાર તથા પતિને દીર્ધાયુ આપનાર વ્રત છે.
 

વટસાવિત્રી વ્રતનું પુજન
 વિધિ:- આખો દિવસ ઉપવાસ કરવો, સવારના સમયે નિત્ય કર્મ કરી ત્યારબાદ સૌ પ્રથમ વટના ઝાડ સામે ઉભા રહી હાથમાં જળ રાખી સંકલ્પ કરવો કે મારા પતિને દીર્ધ આયુષ્ય મળે, ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય ત્યારબાદ વટના ઝાડનું પુજન કરવું. ચાંદલો કરવો, ચોખા ચડાવવા, અબીલ, કંકુ, ચોખા, ફુલ અગરબત્તીનો ધુપ અર્પણ કરવો, વડનું પુજન કરવું, વડને પાણી પાવું, સુતર લઇને વડની પ્રદક્ષિણા કરી, પોતાના પતિ ના આયુષ્ય માટે પ્રાર્થના કરવી અને સાથે પ્રાર્થના કરવી કે અમારા ઘરમાં કુટુંબમાં સુખ-શાંતિ રહે અને મારા પતિનું આયુષ્ય દીર્ધ અને નિર્વિઘ્ને રહે તેવા આર્શીવાદ માંગવા.
-વેદાંત રત્ન જયોતિષી રાજદીપ જોષી

 

Print