www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાયમી સુકી રહેતી ‘સુખી’ નદી એકાએક પાણી આવતા ગાંડીતૂર બની

હરિદ્વારમાં ભારે વરસાદ-પૂરમાં કાર સહિતના વાહનો તણાઇ ગયા


માર્ગો જળબંબાકાર બન્યા: મકાનોમાં પાણી ઘૂસ્યા

સાંજ સમાચાર

હરિદ્વાર, તા.1
દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાએ જમાવટ કરી છે ત્યારે ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારે વરસાદથી નદી ગાંડીતૂર બનતા અને પૂરની હાલત સર્જાતા કાર સહિતના સંખ્યાબંધ વાહનો તણાઇ ગયા હતા.

સુખી નદી પાસે પાર્ક કરાયેલા ડઝનબંધ વાહનો નદીનું જળસ્તર વધી જવાથી તણાઇ ગયા હતા. નદી-પૂરના પાણી મકાનોમાં પણ ઘુસી ગયા હતા. માર્ગો જળબંબાકાર થતાં ભાવિકો તથા સ્થાનિક લોકો પરેશાનમાં મુકાયા હતાં.

હરિદ્વારના અધિકારીઓએ કહ્યું કે સુખી નદી સામાન્ય રીતે સુકી જ રહેતી હોય છે અને કાયમી ધોરણે લોકો જ્યાં વાહન પાર્ક કરતાં હોય છે. અને કાયમી ધોરણે લોકો જ્યાં વાહન પાર્ક કરતાં હોય છે ભારે વરસાદને કારણે એકાએક નદીમાં પૂર ઉમટ્યું હતું અને પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો તણાઇ ગયા હતા.

આ નદી નાની છે અને થોડા અંતરે જ ગંગા નદી સાથે જોડાય જાય છે. કાર સહિતના વાહનો નદીમાં તણાઇ જતાં ‘હર કી પૌડી’ પરથી લોકોએ વીડીયો ઉતાર્યા હતા અને તે વ્યાપક વાઇરલ થયા છે.

ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડ સહિત ઉત્તર પશ્ર્ચિમી રાજ્યો માટે ભારે વરસાદની આગાહી કરી છે અને ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિ સાનુકુળ હોવાનું જાહેર કર્યું છે. રસ્તાઓ જળબંબાકાર બનવા, નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા તથા પૂલ બંધ થવાની ચેતવણી આપી છે.

Print