www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

અફઘાનિસ્તાનમાં જીતનો જશ્ન; લોકો રસ્તા પર ઉતર્યા: મેદાન-ગ્રાઉન્ડ પર ખેલાડીઓની આંખોમાં હર્ષના આંસૂ


સાંજ સમાચાર

અફઘાનિસ્તાને T20 વર્લ્ડકપ 2024માં અભૂતપૂર્વ દેખાવ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ વખતે આ ટીમે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમોને હરાવીને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિ ફાઇનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાનને સુપર-8 તબક્કામાં બાંગ્લાદેશ સામેની આખરી મેચ જીતવી જ પડે એમ હતી.

આ મેચમાં ભારે કટોકટી બાદ અફઘાનિસ્તાનનો વિજય થયો હતો. આ વિજય બાદ વતન અફઘાનિસ્તાનમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સવ જેવો માહોલ થઈ ગયો હતો. લોકો ઉજવણી માટે શેરીઓમાં આવી ગયા હતા. કેટલાક વિસ્તારોમાં ચોકમાં મ્યુઝિક સાથે નાચીને લોકોએ જીતની ઉજવણી કરી હતી. કેટલાક લોકોએ રંગો ઉડાવીને આ વિજયોત્સવ મનાવ્યો હતો.

આ ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઈ રહ્યા છે. આ દર્શાવે છે કે કેવી રીતે એક રમત દેશના લોકોને જોડી રાખે છે આજે ઉજવણીનું બહાનું આપી દે છે.

આ ઉપરાંત સેમી ફાઈનલમાં પહોંચ્યા બાદ અફઘાનિસ્તાનના પ્રત્યેક ખેલાડી ભાવુક થયા હતાં. ઘણા ખેલાડીઓ પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતાં. આ વિશેષ પળની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી ગુરબાઝે સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે ગુરબાઝ આખી મેચ રમી શક્યો નહોતો. વિકેટકીપિંગ દરમિયાન ગુરબાઝ ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેણે મેદાન છોડવું પડ્યું હતું.

મેદાન છોડ્યા બાદ પણ ગુરબાઝ ડ્રેસિંગ રૂમમાંથી પોતાની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યો હતો. આ મેચ જીત્યા બાદ ગુરબાઝ પોતાના આંસુ રોકી શક્યો ન હતો. ગુરબાઝની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

Print