www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક લી. રાજકોટની 49 મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન


બેન્કના ચેરમેન નિકુંજભાઈ ધોળકીયા તથા વાઈસ ચેરમેન ધીરેનભાઈ પારેખની સર્વાનુમતે વરણી

સાંજ સમાચાર

♦બેન્કની હેડ ઓફિસ ખાતે ગ્રાહકોની સુવિધા માટે કેશ ડીપોઝીટ મશીન મુકાયું: તમારી રોકડ રકમ તમારા અનુકુળ સમય જમા કરી શકાશે

 

રાજકોટ, તા.1
શહેરની સહકારી બેન્કોમાં અગ્રગણ્ય એવી વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્ક લી. રાજકોટની 49 મી વાર્ષિક સાધારણ સભા ગત તા.26 જૂનના રોજ સંપન્ન થઈ. આ સાધારણ સભામાં મોટા પ્રમાણમાં બેન્કના ડેલીગેટઓ, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ચાર્જ સી.ઈ.ઓ જગતભાઈ વ્યાસએ બેન્કના વિકાસ તથા બીઝનેશની જીણવટ ભરી આંકડાકીય માહિતી આપી બેન્કની પ્રગતી અંગે માહિતી આપી હતી.

બેન્કના ચેરમેન ગોપાલભાઈ માકડીયાએ જણાવ્યું હતું  કે, બેન્કે આજરોજ અદ્યતન ટેકનોલોજીમાં એક પીંછુ ઉમેરી ઈન્સ્ટા એ.ટી.એમ. કાર્ડ લોન્ચ કરેલ છે. જેને સૌએ ઉમળકાભેર સ્વીકારી અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં બેન્કે ખુબ જ સ્પર્ધાત્મક એક.ડી.ના વ્યાજદર બે વર્ષથી વધુ અને પાંચ વર્ષ સુધી 8.15% ના દરે આપવાનું શરૂ કરેલ છે. આ સાધારણ સભામાં મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ બોર્ડ ઓફ નોમીની અશોકભાઈ ખંધાર, કાર્યકારી ચેરમેન જીમ્મીભાઈ દક્ષિણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેન્કે ગત નાણાંકીય વર્ષમાં સભાસદ સંખ્યા 20960 હતી. જે માર્ચ 2024 માં 22828 થયેલ છે. 

જેથી લોકોનો બેન્કમાં વિશ્વાસ વધેલ છે. અત્યાધુનિક સુવિધા તથા સાઈબર સીકયુરીટી ધરાવતા ડેટા સેન્ટરમાં પોતાનો ડેટા સુરક્ષિત કરેલ છે. વર્ષ દરમ્યાન 1100 થી વધુ પરિવારોને રૂા. 16 કરોડ જેટલુ ધિરાણ સોલાર રૂફ ટોપ ઈન્સ્ટોલ કરવા માટે લોન આપી ગ્રીન એનર્જીના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા તરફ અભૂતપૂર્વ પ્રવત્ન કર્યો છે અને સમાજના મોટા વર્ગને વિજળીનાં બીલમાંથી રાહત આપવાનું શુભકાર્ય સાથે આર્થિક લાભ અને ઉમદા સેવાની કામગીરી કરેલ છે.

આભાર વિધિ કરી વાર્ષિક સાધારણ સભા સંપન્ન કરેલ છે. એ.જી.એમ. પછી મળેલ નુતન નિર્વાચીત બોર્ડ ઓફ ડીરેકટરની મિટિંગમાં વિજય બેન્કની પરંપરા મુજબ સર્વાનુમતે નિકુંજભાઈ ધોળકીયાને ચેરમેન તરીકે તથા ધિરેનભાઈ પારેખનો વાઈસ ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા. તદ્પરાંત બેન્કની હેડ ઓફિસ ખાતે ગ્રાહકોની સુવિધા માટે કેશ ડીપોઝીટ મશીન મૂકવામાં આવેલ છે. જેમાં તમારી રોકડ રકમ તમારા અનુકુળ સમયે જમા કરાવી શકાશે.

 

Print