www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિંછીયા-દ્વારકા એસ.ટી. બસ રૂટ શરૂ થતાં મુસાફરોમાં આનંદ


સાંજ સમાચાર

(નરેશ ચોહલીયા) જસદણ, તા. 24
વિછીયા, બોટાદ, દ્વારકા બસ શરૂ થતા યાત્રાળુઓ અને ભાવિકોમાં આનંદોત્સવ એસટી નિગમ અને  કેબિનેટ મંત્રી  કુંવરજીભાઇ બાવળિયા નો આભાર માનતા વિનોદભાઈ વાલાણી. પાંચાળ પ્રદેશમાંથી દ્વારકા જતા અલગ અલગ સંગઠનો, યાત્રિક સંઘો, ભાવિકો અને નાગરિકો માટે જાગૃત સામાજિક અગ્રણી વિનોદભાઈ વાલાણીએ દ્રારકા જવા એસ ટી બસ શરૂ કરવા ગુજરાત એસટી નિગમ રાજ્ય સરકાર તેમજ ગુજરાત સરકારના  કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ  બાવળિયાને વિગતવાર રજૂઆત કરી હતી. 

સકારાત્મક રજુઆતના અનુસંધાને બોટાદ એસ ટી ડેપો દ્વારા આજે બોટાદ-દ્રારકા એસ ટી બસનો શુભારંભ થયો હતો. બોટાદ થી વિંછીયા બસ સ્ટન્ડમાં એસ ટી બસ પહોંચતા વિંછીયા ગામે અગ્રણીઓએ ડ્રાઇવર અને કંડકટરને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું દેવ ભુમી દ્વારકા જવા એસ ટી બસ શરૂ થતા જ પાંચાળ પ્રદેશમાં વસતા સર્વ સમાજમાં આનંદની લાગણી ફેલાઇ છે

Print