www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા થેલેસેમીયા પીડિત બાળકોની માતૃવત્સલ સારવાર કરતા નર્સ બહેનોનું સન્માન


સાંજ સમાચાર

રાજકોટ,તા.24

વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા રાજકોટ શહેર અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી 500થી વધુ થેલેસેમીયા પીડિત બાળકો નિયમિત રીતે મહિનામાં બે વાર બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે શહેરની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે આવે છે.

થેલેસેમીયા વોર્ડમાં ફરજ બજાવતા તમામ સિસ્ટરો-નર્સ બહેનો દરેક બાળકની માતૃવાત્સલ્ય કાળજી લેતા કીર્તિદાબેન યાદવ, પુનીતાબેન જીવરાજાની, ઉમાબેન ધાવરી, લક્ષ્મીબેન કાનાબાર, કિરણબેન વાણંદ તેમજ કાઉન્સેલર, પટ્ટાવાળા, સફાઈ કામદાર સહિતના 12 સેવાભાવી અને માનવતાવાદી સ્ટાફ પરિવારનું તેઓની કર્તવ્યનિષ્ઠા અને માનવીય અભિગમને ધ્યાનમાં લઈને દરેક સ્ટાફનું શાલ ઓઢાડીને લાગણીસભર સન્માન કરવામાં આવેલ. 

Print