www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શેરબજારમાં તોફાની વધઘટ: સેન્સેક્સ- નિફટી નવો હાઇ બનાવીને રેડઝોનમાં સરક્યા


બેંક શેરોમાં વેચવાલીનું દબાણ: આઇટીમાં કરંટ

સાંજ સમાચાર

મુંબઇ શેરબજારમાં આજે તોફાની વધઘટ જોવા મળી હતી. સંસ્થાઓની લેવાલીના જોરે સેન્સેક્સ તથા નિફટી નવી ઉંચાઇએ પહોંચ્યા બાદ પટકાયા હતા. દોઢ વર્ષ પૂર્વે ભારતીય માર્કેટને ખળભળાવનાર હિંડનબર્ગમાં કેસમાં નવો બોંબ ફુટતા માનસ સાવચેતીનું બન્યું હતું. નવા કોઇ પ્રત્યાઘાતો પડે છે કે કેમ તેના પર મીટ માંડવામાં આવતી હતી.

એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, કોટક બેંક, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, શ્રીરામ ફાઇનાન્સ તૂટ્યા હતા. એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, લાર્સન, રીલાયન્સ, ટીસીએસ, વીપ્રો મજબૂત હતા. મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 79855ની નવી ઉંચાઇ બનાવીને 79454 હતો. નિફટી 18 પોઇન્ટ ઘટીને 24123 હતો તે ઉંચામાં 24236 હતો.

 

Print