www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણીમાં વડાલીયા ફૂડસ પણ સામેલ

મત આપો અને વડાલીયા ફૂડસની તમામ પ્રોડકટ પર 25 ટકાનું ડિસ્કાઉન્ટ મેળવો !


સાંજ સમાચાર

રાજકોટ : રાજકોટ: લોકસભાની ચૂંટણી નો ત્રીજા રાઉન્ડ માટેનું મતદાન આવતીકાલે મંગળવારે 7 મેના રોજ ગુજરાત ભરમાં થવા જઈ રહ્યું છે. લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે મતદાન. જ્યારે પાંચ વર્ષ માટે લોકસભાની ચૂંટણીમાં મતદારોને પોતાનો મત આપીને દેશની નવી સરકાર પસંદ કરવાનો મોકો મળતો હોય છે ત્યારે આ પવિત્ર ફરજમાં વડાલીયા ફુડ્સ પણ પોતાની ફરજ માં સામેલ થયું છે. 

આવતીકાલ એટલે કે 7 મેના રોજ જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વડાલીયા ફૂડ્સના તમામ આઉટલેટ ઉપર જે કોઈ વ્યક્તિ પોતાનો કિંમતી અને પવિત્ર મત આપીને આવશે અને મતદાન કર્યાનું આંગળીમાં નિશાન બતાવશે તેમને વડાલીયા ફૂડ્સ ની તમામ પ્રોડક્ટ ઉપર 25% નું વિશેષ વળતર આપવામાં આવશે.

અમદાવાદ, રાજકોટ, ભાવનગર, હળવદ, વેરાવળ સોમનાથ ,ગોંડલ, જેતપુર, જુનાગઢ, ભરૂચ, જામનગર, આણંદ સહિતના 24 સ્ટોર ઉપર જે લોકો પોતાનો વોટ દઈને આવશે તેમને તમામ પ્રોડક્ટ ઉપર 25% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

વડાલીયા ફૂડ્સના મેનેજિંગ ડિરેક્ટર મીત ભાઈ વડાલીયા તેમજ સીઈઓ કેતન તન્ના એ જણાવ્યું હતું કે આઝાદીનું સૌથી મોટું પર્વ કોઈ હોય તો એ લોકસભાની ચૂંટણી છે. જ્યારે દેશભરની નજર આ ચૂંટણી ઉપર છે અને મતદાન કરવું એ આપણી સૌની નૈતિક જવાબદારી અને ફરજ છે, ત્યારે જે કોઈ મતદાન કરીને વડાલીયા સ્ટોરની મુલાકાતે આવશે તેમને તમામ પ્રોડક્ટ ઉપર 25%નું વળતર તારીખ 7 અને 8 મે ના દિવસે આપવામાં આવશે.
મીતભાઈ વડાલીયા તેમજ કેતનભાઇ તન્નાએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્કીમ પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકો વધુ મતદાન કરે, મતદાન પ્રત્યે વધુ જાગૃતિ આવે અને લોકશાહીનું પર્વ વધુ મજબૂત બને તે છે.

આ વળતર યોજના વાદળીયા ફૂડ્સના રાજકોટના તમામ કંપની સ્ટોર અને ફ્રેન્ચાઈઝી ઉપર ઉપલબ્ધ બનશે.

♦ તમામ આઉટલેટ પર ઓફર : મતદાન જાગૃતિ માટે સુંદર પ્રયોજન

 

Print