www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

એનસી-8ની મશીનરીના ફોલ્ટને કારણે આજે જામનગરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ


સાંજ સમાચાર

જામનગર તા.28: 
જામનગરના જળસ્ત્રોત સસોઈ ડેમમાં સપાટી ઘટી જતાં નર્મદાના વધારાના નીરની માંગણી કરવા છતાં અપુરતો પાણીનો જથ્થો સપ્લાય થાય છે. જે માટે નર્મદાની એનસી-8 લાઈનની મશીનરીના ફોલ્ટને કારણભુત હોવાનું જણાવીને મ્યુ. તંત્રએ તા.28ના રોજ ગુલાબનગર ઈએસઆરના ઝોન-એ અને સમર્પણ ઈએસઆરના ઝોન-બીના વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ બંધ રાખ્યું હતું. જેના લીધે અનેક પરિવારો પાણી વિહોણા રહેલ હતાં આ વિસ્તારોને પાણી આપવા માટે ફરી બંને ઈએસઆરના બીજા બે ઝોનમાં શનિવારે પાણી કાપ રહેશે.

 શહેરના તા.28 જુનના રોજ ગુલાબનગર-એ ઝોન હેઠળના ભોયવાડા, અંબાજીના ચોક, વાઘેરવાડા, કુંભારવાડા, પટ્ટણીવાડ, હાજીપીરની શેરી, હનુમાન મંદિરવાળી શેરી, નદીપા, પઠાણફળી, મચ્છીપીઠ, ફકીરવાડા, આશાપુરા મંદિર, કોળીવાડ, ખાટકીવાડ, સાયોના ફળી, ચંપા-કુંજ, સવાભાઈની શેરી તથા ગુલાબનગરના મોહનનગર, સિન્ડીકેટ સોસાયટી, નારાયણનગર, દાયાનંદ સોસાયટી, સિંધીકોલોની, શિવનગર, રામવાડી, વૃંદાવન ધામ, રાજમોતી ટાઉનશીપ, સત્યાસાંઈનગર, પ્રભાતનગર, યોગેશ્વરનગર, મધુરમ સોસાયટી, ક્રિષ્નાપાર્ક, પ્રગતિપાર્ક વિસ્તારોમાં પાણી  કરવામાં આવેલ નહિ.જેના લીધે અનેક પરિવારો પાણી વિહોણા રહેલ હતા.આ વિસ્તારોને પાણી તા.29મીએ આપવા માટે ગુલાબનગર ઝોન-બીને 29મીને બદલે તા.30ના રોજ પાણી અપાશે. 

આ જ રીતે સમર્પણ ઝોન-બી હેઠળના કામદાર કોલોની, આદર્શ કોલોની, ખોડીયાર કોલોની, બાણું ક્વાર્ટર્સ, રાજનગર, નિલકમલ સોસાયટી, હિમાલય સોસાયટી, જાગૃતિનગર, સમાટ અશોકનગર, કોળીના દંગા, દલિતનગર, સોનલનગર, 1404 આવાસ, સરલાબેન ત્રિવેદી ભવન આવાસો, તંબોલી આવાસ, ધરારનગર-1, જુનો હુસેની ચોક વગેરે વિસ્તારોને પણ  તા.28ના રોજ પાણી વિતરણ કરવામાં આવેલ ન હતું. આ વિસ્તારને પાણી આપવા સમર્પણ ઝોન-એને તા.ર9મીના રોજ પાણી નહીં અપાય. આ વિસ્તારને તા.30ના રોજ પાણી વિતરણ થશે. આમ નર્મદાના પાણીની સપ્લાય ઓછી મળતા શહેરમાં અઘોષિત રીતે પાણી કાપ જેવી સ્થિતિ સર્જાઈ છે.

Print