www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ T20માં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું: બ્રાન્ડન કિંગનાં 45 બોલમાં 79 રન ; ગુડાકેશ અને ફોર્ડે 3-3 વિકેટ લીધી


સાંજ સમાચાર

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 28 રને હરાવ્યું હતું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝની ટીમે T20 વર્લ્ડ કપ પહેલા રમાઈ રહેલી ત્રણ મેચની T20 હોમ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે કેપ્ટન બ્રાન્ડન કિંગે આ સીરીઝમાં 45 બોલમાં 79 રનની ઈનિંગ રમી હતી.

વેસ્ટ ઈન્ડિઝની સારી શરૂઆત
ટોસ હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ બેટિંગ કરવા આવી હતી અને તેને 36 રન પર પહેલો ઝટકો લાગ્યો હતો. ઓપનર જોન્સન ચાર્લ્સ 1 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન બ્રાન્ડન કિંગે બીજી વિકેટ માટે કાયલ મેયર્સ સાથે 44 બોલમાં 79 રનની ભાગીદારી કરી હતી.

કાયલ મેયર્સે 25 બોલમાં 34 રન અને બ્રાન્ડોન કિંગે 45 બોલમાં 79 રન બનાવ્યા હતા. જ્યારે રોસ્ટન ચેઝે 30 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા માટે ઓટનીલ બાર્ટમેને 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે એન્ડીલે ફેહલુકવાયોએ પણ ચાર ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

સાઉથ આફ્રિકાની ખરાબ શરૂઆત
176 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ વિકેટ માત્ર 4 રનના સ્કોર પર પડી હતી. ઓપનર ક્વિન્ટન ડી કોક બીજા બોલ પર જ આઉટ થયો હતો. તેણે 2 બોલનો સામનો કર્યો અને 4 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાને 11 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો.

રેયાન રિકલ્ટને 7 બોલનો સામનો કરીને 6 રન બનાવ્યા હતા. જ્યારે અન્ય ઓપનર રીઝા હેન્ડ્રીક્સે ઇનિંગ્સને એક બાજુએ રાખી હતી. તેણે 51 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. હેન્ડ્રિક્સે પહેલા મેથ્યુ બ્રિટ્ઝકે સાથે 18 બોલમાં 24 રન, રાસી વાન ડેર ડ્યુસેન સાથે 42 રન અને લુંગી નિગડી સાથે નવમી વિકેટ માટે 24 બોલમાં 39 રનની ભાગીદારી કરી હતી, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો.

Print