www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જન્મ નક્ષત્ર પ્રમાણે કયા વૃક્ષો વાવવા લાભદાયી: જાણકારી


વ્યકિત પોતાના જન્મના નક્ષત્ર પ્રમાણે વૃક્ષ વાવી, જતન કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે

સાંજ સમાચાર

રાજકોટ,તા.29
પર્યાવરણની રક્ષા માટે વૃક્ષો મહત્વના છે તેમ જ્યોતિષ અને આયુર્વેદ ચિકિત્સામાં પણ તેનું મહત્વ છે. આપણાં પુરાણોમાં વૃક્ષોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જેવી રીતે પીપળો ધાર્મિક વિધિ માટે, માનસિક શાંતિ માટે અને પિતૃઓના મોક્ષ માટે ઉપયોગી છે તેમ બિલ્વવૃક્ષ લક્ષ્મીજીની અને મહાદેવજીની કૃપા મેળવવા માટે મહત્વના છે.

લીમડાનું વૃક્ષ શારીરિક પીડા દુર કરવા માટે તથા જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપયોગી છે. આંબાના પાન રિધ્ધિસિધ્ધિના દાતા છે. તો, ઉમરાનું વૃક્ષ ભક્તિ માટે રૂખડાનું વૃક્ષ વૈરાગ્ય પ્રાપ્તિ માટે મહત્વનું છે. સંસારની મોહમાયા માંથી છુટવા માટે રૂખડાનું વૃક્ષ અતિ ઉપયોગી છે.

દરેક જન્મકુંડળીમાં જન્મ નક્ષત્રનો ઉલ્લેખ થયેલો હોય છે. તે મુજબ જો વૃક્ષ વાવવામાં આવે તો જીવનની પ્રગતિમાં વધારો થાય છે અને, ભાગ્યોદય પણ થાય છે. જ્ઞાનપ્રાપ્તિ,વિદ્યા,અને લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. રોગ શત્રુઓનો નાશ થાય છે. હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે આવા નક્ષત્ર આધારિત વૃક્ષો વાવીને લાભ મેળવી શકાય છે.નક્ષત્ર આધારિત વૃક્ષો ગ્રહોના નંગ, સ્ટોન જેવી જ અસર કરે છે. જન્મકુંડળીમાં નક્ષત્ર આધારિત વૃક્ષો આ મુજબ છે.

જન્મનક્ષત્ર પ્રમાણે વૃક્ષ જોઈએ તો અશ્વિની નક્ષત્રમાં ઝેરકોચલું, ..ભરણી માં આંબો, ..કૃતિકા માં ઉમરો..., રોહિણી માં જાંબુડો...., મૃગશિર્ષ માં ખેર,.. આર્દ્રા માં અગર,.... પુનર્વસુ માં વાંસ, ...પુષ્ય માં પીપળો..., આશ્ર્લેષા માં ચંપો,..મઘામાં વડ,... પૂર્વાફાલ્ગુની માં ખાખરો,... ઉતરાફાલ્ગુની માં પીપળો..., હસ્તમાં કાંચકા..., ચિત્રામાં બીલી...., સ્વાતી માં કડાયો..., વીશાખા માં બાવળ,... અનુરાધા માં ચંપો.., જયેષ્ઠા માં લોદર,.... મુળ માં રાળ..., પુર્વાષાઢા માં નેતર.., ઉતરાષાઢા માં ફણસ..., શ્રવણમાં આંકડો.., ઘનિષ્ઠામાં ખીજડો,.. શતાભિષામાં કદમ,... પૂર્વાભાદ્રપદ માં આંબો,.... ઉતરાભાદ્રપદ માં લીમડો અને રેવતીમાં મહુડો વાવવો ઘણો લાભદાયી છે.

આ ઉપરાંત આસોપાલવ આંબો, લીંમડો, પીપળો, વડ આ બધા વૃક્ષ કોઈપણ વ્યકિત વાવી શકે છે.
ગ્રહના નંગ કરતા વૃક્ષો વધારે ફળદાયી છે. અત્યારના સમયમાં ગ્રહોના સાચા વૃક્ષ નંગ મેળવવા કઠીન અને મોંઘા છે. આથી જન્મ નક્ષત્રનું વૃક્ષ વાવી જતન કરવાથી જીવનમાં પ્રગતી થાય છે. 

આ ઉપરાંત ખાસકરીને આસોપાલવ, પીપળો, લીમડો,વડ,આંબો અને ખેર આ વૃક્ષ કોઇપણ નક્ષત્રમાં જન્મ હોય વાવી શકાય છે. 
તે ઉપરાંત આ વૃક્ષો વાવવા પણ શુભ ફળ આપનાર બને છે (1)દાડમનુ ઝાડ =દાડમ નું ઝાડ ઘરમાં વાવવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા માન સન્માન પ્રતિષ્ઠામાં વધારો થાય છે
(2)હળદરનો છોડ =હળદર નો છોડ ઘરમાં વાવવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત બને છે તથા સંસારિક સુખની પ્રાપ્તિ થાય છે
(3)નાળિયેરનું ઝાડ ...ઘરમાં વાવવાથી જીવન માં માન સન્માન પણ ખૂબ વધારો કરે છે. જે ઘરમાં નારિયળનુ ઝાડ હોય છે એ ઘરના લોકો જે કામની પણ શરૂઆત કરે છે તેમા તેમને સફળતા મળે છે
(4)આસોપાલવનું ઝાડ: આસોપાલવનું ઝાડ ઘરમાં વાવવાથી નવગ્રહની શાંતિ થાય છે તથા માનસિક શાંતિ પણ મળે છે જીવનમાં પ્રગતિ થાય છે દરેક શુભ કાર્યોમાં આસોપાલવનું તોરણ ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધવામાં આવે છે જેનાથી નવ ગ્રહની શાંતિ થાય છે 
(5)આમળાનો છોડ : આમળાનો છોડ ઘરમાં વાવવાથી આરોગ્ય સારું રહે છે
(6)ગલગોટાનો છોડ ઘરમાં ગલગોટાનો છોડ લગાવવાથી દાંપત્યજીવન સુખી રહે છે
જ્યોતિષી રાજદીપ જોશી (વેદાંત રત્ન)

Print