www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

F&O ટ્રેડીંગ અંગે સરકાર શા માટે ચેતવી રહી છે ?


સાંજ સમાચાર

જો તમે શેર માર્કેટમાં વેપાર કરો છો. તો તમારે ફયુચર એન્ડ ઓપ્શન ટ્રેડીંગ (F&O ટ્રેડીંગ) વિશે જાણવું જ જોઇએ.  તાજેતરમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને રીટેલ રોકાણકારોને જોખમી F&O ટ્રેડીંગ વિશે ચેતવણી આપી છે.  આમાં તેણે બેલગામ વૃધ્ધિને ભવિષ્યમાં પરિવારોની બચત માટેખતરો ગણાવ્યો હતો. 

ચીફ ઇકોનોમીક એડવાઇઝર વી.અનંત નાગેશ્વરનને પણ રીટેલ વેપાીઓ માટે F&O ટ્રેડીંગ વધતા જોખમ અંગે ચિંતા વ્યકત કરી હતી. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે, નીતિ નિર્માતાઓ રીટેલ રોકાણકારોને F&O ટ્રેડીંગ વિશે શા માટે ચેતવણી આપી રહ્યા છે ?

અભ્યાસ શું કહે છે ?
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર F&O ટ્રેડીંગનો ઉપયોગ મુખ્યત્વે શેરબજારમાં ઝડપી નાણા કમાવવાના સટ્ટાકીય માર્ગ તરીકે થઇ રહ્યો છે. પરંતુ હકીકત એ છે કે રીટેલ નિવેશક પૈસા ગુમાવી રહ્યા છે. જાન્યુઆરી-2023માં સેવીએ એક અભ્યાસ બહાર પાડયો છે. 

આ દર્શાવે છે કે F&O સ્પેસમાં 89 ટકા લોકો નાણા ગુમાવી રહ્યા છે. આનો અર્થ એ થયો કે માત્ર દસમાંથી એક વ્યકિતએ નાણા મેળવ્યા પરંતુ F&O ટ્રેડીંગ વોલ્યુમ ઝડપથી વધી રહ્યું છે. આનાથી બજારના દિગ્ગજોને પણ આશ્ચર્ય થયું છે. 

ટ્રેડીંગનું ટર્નઓવર કેટલું વધ્યું છે ?
NSEને અનુસાર માર્ચ-2023 (કોરોના રોગચાળા પહેલા) અને માર્ચ-2024ની વચ્ચે માસિક ડેરીવેટીવ્ઝ ટર્ન ઓવર 33 ગણો વધ્યો હતો. તે રૂા. 245.5 લાખ કરોડથી વધીને રૂા. 7.218 લાખ કરોડ થયો છે. BSE પર માર્ચ  2020માં આશરે રૂા. 1 લાખ કરોડના ટર્ન ઓવરમાંથી, આ સેગમેન્ટનું સંપૂર્ણ ટર્નઓવર 1.519 લાખ કરોડના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. આ 1500 ગણાથી વધુનો દર્શાવે છે. આ રોકડ સેગમેન્ટ કરતા વધારે છે. 

F&O ડીલ્સ શું છે ?
વાયદાના સોદા હેઠળ એક ટ્રેડર કોઇ શેરને બજાર કિંમત પર ભવિષ્યની તારીખમાં ખરીદી કે વેચી શકે છે. તેવી જ રીતે વિકલ્પ કરાર હેઠળ ગ્રાહકને ભવિષ્ય માટે નિર્ધારીત કિંમતે શેર ખરીદવા અથવા વેચવાનો અધિકાર મળે છે. જોકે એ જરૂરી નથી કે તે એક જ તારીખે શેર ખરીદે કે વેચે.

ખરી ચિંતા કઇ છે ? 
છુટક રોકાણકારો માટે વધતી ભાગીદારી સાથે બજારમાં મોટી સંખ્યામાં છેતરપીંડી કરનારા ઓપરેટરો પણ આવી ગયા છે. તેઓ વધુ પડતો અને અયોગ્ય નફો બતાવીને F&O ટ્રેડીંગ વિષે લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને તેમાં જોડાવા માટે પ્રેરીત કરે છે. તેઓ રોકાણકારોને ફસાવવા માટે મોટા ભાગે સેલિબ્રટીઝ અને મોટા રોકાણકારોની તસ્વીરો અને વિડીયોનો ઉપયોગ કરે છે.

ઘણી વખત તેઓ મોટા નફાના સ્ક્રીન શોટસનો ઉપયોગ કરે છે (જેને નકલી નફો અને નુકસાન તરીકે ઓળખવામાં આવે છે અથવા ‘પી એન્ડ એલ’ સ્ક્રીન શોટસનો પણ ઉપયોગ થાય છે)  આ રીતે છુટક રોકાણકારો તેમની જાળમાં ફસાઇ જાય છે અને તેમની થાપણો ગુમાવે છે. 

F&O ટ્રેડીંગ શું છે ?
ઇકવીટી બજારમાં બે સેગમેન્ટ (હિસ્સો) હોય છે તેમાં એક છે રોકડ અને બીજો છે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ છે. તેને ફયુચર્સ અને ઓપશન્સ પણ કહેવામાં આવે છે. F&O એ ડેરિવેટીવ ઇન્સ્ટુમેન્ટસ છે. આમાં વેપારી પૂર્વ નિર્ધારીત  કિંમતે અન્ડરલાઇંગ એસેટ પર કરાર ખરીદે છે. અથવા વેચે છે જેમ કે નામથી ખબર ડે છે. ડેરિવેટિવ અને નાણાકીય ઉત્પાદનો છે જે અન્ય અંતર્ગત અકસ્માયતો જેમ કે સ્ોકસ, બોન્ડસ, કોમોડીટી વગેરેમાંથી તેનું મૂલ્ય મેળવે છે.

Print