www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પરિણીતાનો આક્ષેપ: પતિ, નણંદ, સાસુએ મારમારી ફીનાઈલ પીવડાવી દીધું


રૈયાગામ વિસ્તારનો બનાવ, પુષ્પાબેન સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ: પોલીસ તપાસ હાથ ધરી

સાંજ સમાચાર

રાજકોટ,તા.24
રૈયાગામમાં રહેતી પરિણીતાને તેના પતિ, નણંદ અને સાસુએ માર મારી ફિનાઇલ પીવડાવી દીધું હોવાનું પરિણિતાએ આક્ષેપ કર્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી.

બનાવની વિગત મુજબ રૈયાગામમાં રહેતાં પુષ્પાબેન નિલેશભાઈ મણવર (ઉ.વ.36) ગઈ કાલ રાત્રીના પોતાનાં ઘરે હતી. ત્યારે રાત્રીના દસેક વાગ્યાની આસપાસ તેમનાં પતિ નિલેશભાઈ, નણંદ મીનાબેન અને સાસુ અંજૂબેને ઝઘડો કરી ફિનાઇલ પીવડાવી દેતાં તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ અંગે પુષ્પાબેને આક્ષેપ કરતાં જણાવ્યું કે પતિ નિલેશભાઈ અનેક વાર ઝઘડો કર્યો છે. ગઈ કાલે નીલેશે હપ્તો ભરવા પૈસા માંગ્યા હતા. જે બાબતે માથાકુટ થઈ હતી. બાદ તેમનાં પતિ, નણંદ અને સાસુએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી ત્રણેયે પુષ્પાબેને ફિનાઇલ પીવડાવી દીધું હોવાનું મહિલાએ જણાવ્યું હતું. બાદ તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Print