www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રોહિત-વિરાટ ટી-20 માંથી યાદગાર વિદાય લેશે? ક્રિકેટ ચાહકો ઉત્સુક


2026 ના વિશ્વકપમાં જાડેજા સહિતની ત્રિપુટી જોવા મળે એવી શકયતા ઓછી

સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.29
 ભારતીય ટીમનાં બે દિગ્ગજ ખેલાડીઓ રોહીત શર્મા અને વિરાટ કોહી આજે બાર્બાડોઝમાં સંભવીત કારકીર્દીની અંતિમ ટી-20 મેચ રમવા ઉતરશે.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 વર્લ્ડકપની ફાઈનલ રમાશે. ભારતીય ચાહકો નહીં ઈચ્છે કે તેમના આ બન્ને ધુરંધર ખેલાડીઓ વન-ડે વર્લ્ડકપમાં મળેલી હાર બાદ જેમ પોતાની આંખોમાં આંસુઓને છુપાવતા હતા તેવો પ્રયાસ કરે.

આ બન્ને મહાન ખેલાડીઓ ક્રિકેટની સૌથી ટુંકી ફોર્મેટમાં યાદગાર વિદાય લે તેવી તમામ ચાહકોની ઈચ્છા છે.ભારતીય ટીમની જર્સીમાં વિરાટ કોહલી અને રોહીત શર્મા અંતિમ વખત ટી-20 માં રમવા ઉતરશે તેવી સંભાવના વધુ છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓ અને પસંદગીકારો રોહીત, કોહલી અને જાડેજાની ત્રિપુટીને આ ફોર્મેટમાં વધુ તક આપે તેવી સંભાવના જણાતી નથી. આગામી મહિને ઝિમ્બાબ્વે સામેની સિરીઝથી નિશ્ચિતરૂપે ભારતીય ટીમમાં 2026 ના ટી-20 વર્લ્ડકપને અનુલક્ષીને એક નવો સુર્યોદય જોવા મળશે.

કોઈપણ વૈશ્વિક ટુર્નામેન્ટની તૈયારી માટે બે વર્ષ પૂર્વે કોર ટીમને અંતિમ રૂપ આપવામાં આવે છે.2026 માં ભારત જયારે ટી-20 વર્લ્ડકપની યજમાની કરશે ત્યારે 39 વર્ષનો રોહીત, 38 વર્ષનો વિરાટ અને જાડેજા આ ફોર્મેટ માટે ફીટ રહે તેવી સંભાવના ઘણી ઓછી જણાય છે.

ટી-20 વર્લ્ડકપની ફાઈનલ પર તમામ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે અને નિવૃતિની કોઈ વાત નથી કરી રહ્યું. એવુ પણ બની શકે કે બન્ને ખેલાડીઓ તાત્કાલીક સન્યાસની જાહેરાત ના કરે અને તેઓ આઈપીએલમાં રમવાનુ ચાલુ રાખી શકે.

 

Print