www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વ્યકિતગત સંપર્કની મંજૂરીની માંગ વધી રહી છે

કેન્દ્ર સરકાર કરદાતાઓ માટે ‘ફેસલેસ’ આવકવેરા આકરણી પધ્ધતિ સરળ બનાવશે ?


સાંજ સમાચાર

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર કરદાતાઓ માટે સરળ બનાવવા માટે ’ફેસલેસ’ આવકવેરા આકારણી પદ્ધતિની સમીક્ષા કરી રહી છે. આ અંગે સરકારને અનેક સૂચનો મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક હાઇબ્રિડ ફોર્મુલા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે કરદાતા ફેસલેસ સ્કીમ અથવા વ્યક્તિગત રીતે સેટલમેન્ટનો વિકલ્પ પસંદ કરી શકે છે.

તમે આમાંથી કોઈપણ પસંદ કરી શકો છો
અધિકારીઓ શું કહે છે? : અસરનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા કરવામાં આવી રહી છે. એક મત એવો પણ છે કે તેને કરદાતા માટે વૈકલ્પિક બનાવવો જોઈએ. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આખરી નિર્ણય લેવામાં આવશે. 

શું છે આ યોજના?
આ યોજના 1 એપ્રિલ, 2021 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ કર સંબંધિત વિવાદો અને આકારણીઓમાં લોકોનો સંપર્ક ઘટાડવાનો છે. આ હેઠળ, આવકવેરા વિભાગ રિટર્નની પ્રક્રિયા કરે છે, રિફંડ જારી કરે છે, કર આકારણી કરે છે, ટેકસ અસેસમેન્ટ કરે છે અને અપીલનું સંચાલન કરે છે. ભૌગોલિક અધિકારક્ષેત્રને અનુસર્યા વિના મૂલ્યાંકન અધિકારીને કેસ રેન્ડમ રીતે સોંપવામાં આવે છે.

શું છે માંગ? : જો કે, વિડિયો ‘કોન્ફરન્સિંગ દ્વારા આકારણી પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે. પરંતુ વ્યક્તિગત ટેકસ પેયર્સ અને વ્યવસાયો બંને તરફથી કેટલાક વ્યક્તિગત સંપર્કને મંજૂરી આપવાની માંગ વધી રહી છે.

આવકવેરા વિભાગની પ્રાદેશિક રચનાઓ પણ વધુ હાઇબ્રિડ ફોર્મ માટે દબાણ કરી રહી છે. નિષ્ણાતો કહે છે કે આકારણી એક જટિલ પ્રક્રિયા છે. હાઇબ્રિડ ફોર્મ કરદાતાઓ અને અધિકારી વચ્ચે વાતચીતને વધુ અસરકારક બનાવી શકે છે.

શું સમસ્યા છે? : ટેકસ પેયર્સ ‘વિડિયો કોન્ફરન્સિંગ પર વ્યવસાયની કામગીરીનું મૂલ્યાંકન અધિકારીઓને સમજાવવામાં મુશ્કેલીઓ અંગે પણ ફરિયાદ કરી છે. ખાસ કરીને મોટા અને જટિલ કેસોમાં કે જેમાં વિગતવાર સમજૂતી અને મોટી ફાઇલો ઓનલાઇન અપલોડ કરવાની જરૂર પડે છે.

એવું જોવામાં આવ્યું છે કે, ઘણી વખત ટેકસ પેયરોને  તેમના તથ્યો અને દલીલો તૈયાર કરવા માટે અને અપલોડ કરવામાં પૂરતો સમય આપવામાં આવતો નથી. નોટિસનો જવાબ આપવા માટે પૂરતો સમય ન આપવાનો પણ આ મુશ્કેલીઓમાં સમાવેશ થાય છે !

Print