www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કોડીનારમાં મહિલાની છરીના ઘા ઝીંકી હત્યા


સામાન્ય તકરારમાં પાડોશી દંપતીએ હૂમલો કરી ઢીમ ઢાળી દીધું: બન્ને આરોપીની ધરપકડ: રેલ્વે કોલોનીમાં ઘટના: પોલીસ તપાસ

સાંજ સમાચાર

(દિનેશ જોશી) કોડીનાર, તા.22
કોડીનારમાં ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોનીમાં સામાન્ય ઝઘડામાં પડોશમાં રહેતી મહિલા સાથે ઝઘડો થતાં મહિલા અને તેના પતિ દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા કરની નખાતા સનસનાટી મચી જવા પામી છે. આ ટનામાં પોલીસ દ્વારા હત્યારા પતિ પત્ની ની અટક કરી પોલીસ તપાસ શરૂ કરી છે. 

કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોની માં રહેતા હેમંતકુમાર યાદવ નામના યુવાનના પત્ની સંજુકુમારી યાદવ (ઉંમર વર્ષ 39) નું તેના પાડોશીમાં રહેતા યુવાને છરી ના ઘા જીંકી દેતા તેણીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મૃત્યુ નીપજ્યુ હતુ.પાડોશી મહિલા સાથેની સામાન્ય બાબતની તકરારમાં મહિલા અને તેના પતિએ સંજુ કુમારીને છરીના ઘા ઝીંકી દીધા હતા 

આ ઘટના ના પ્રાથમિક જાણવા મળતી વિગતો મુજબ આ ઘટના વખતે સંજુ કુમારી યાદવના પતિ હેમંતકુમાર યાદવ જમીને ખાનગી ટ્રાન્સપોર્ટ કંપની માં નોકરી કરવા ગયેલા ત્યારે સંજુકુમારી અને તેના બાળકો ઘરે એકલા હતા ત્યારે તેના પાડોશીમાં રહેતી મહિલા સાથે સામાન્ય બાબતની તકરારમાં બોલાચાલી થયેલ જેથી મહિલાના અને પતિ એ સંજુ કુમારીને છરીના ઘા ઝીંકી દીધા હતા અચાનક બનેલા બનાવથી મૃતકના બાળકોએ તેમના પિતાને ફોન કરી જાણ કરી હતી. 

જેથી હેમંતભાઈ યાદવ તુરત જ ઘરે આવેલા અને તેના પત્નીને લોહી લુહાણ હાલતમાં જોતા તેને પ્રથમ અંબુજાનગર હોસ્પિટલમાં લઈ ગયેલા પરંતુ તેણીનું મૃત્યુ નીપજ્યું હોય તેને કોડીનાર સરકારી દવાખાને પી.એમ.માટે ખસેડવામાં આવેલા બનાવની જાણ કોડીનાર પોલીસ  ને  કરવામાં આવતા પોલીસ પણ તુરત જ ઘટના સ્થળે પહોંચી જઈને પાડોશમાં રહેતા પતિ પત્નીની અટક કરીને વિશેષ તપાસ હાથ ધરી છે.

Print