www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘નીટ’ની પરીક્ષા ફરી ન લેવા વિદ્યાર્થીઓની સુપ્રિમમાં રીટ પીટીશન


જે છાત્રાએ નિષ્ઠાપૂર્વક મહેનત કરીને પરીક્ષા આપી છે અને સારા માર્કસ મેળવીને ઉત્તીર્ણ થયા છે તેમનો શું દોષ?: કાનૂની જંગના મંડાણ

સાંજ સમાચાર

રાજકોટ તા.1
 ગત તા.5મી મેના રોજ લેવાયેલી નીટ-2024ની પરીક્ષા અને પરિણામમાં સફળતાપૂર્વક પાસ થયેલા વિદ્યાર્થીઓ દ્વારા સુપ્રિમ કોર્ટ સમક્ષ નવી અરજી દાખલ કરવામાં આવી છે. નીટ-24ને સંપૂર્ણ રીતે રદ કરવા માટે પ્રાર્થના કરતી સર્વોચ્ચ અદાલત સમક્ષ દાખલ કરાયેલી વિવિધ અરજીઓના કારણે જેમણે ખરેખર મહેનત કરી છે. તેવા અનેક વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન અને ચિંતાના વાદળો છવાયા છે.

 નિર્વિવાદ હ્કીકત એ છે કે અરજદારો (ડોકટર બનવાની આકાંક્ષા ધરાવતા વિદ્યાર્થીઓ) પાસે શ્રેષ્ઠ શૈક્ષણિક રેકોર્ડ છે. અને તેમણે ડોકટર બનવા માટે સખત મહેનત કરીને નીટની પરીક્ષા આપી છે. તેવા વિદ્યાર્થીઓએ પુન:પરીક્ષા લેવા માટે વિરોધ દર્શાવ્યો છે.  ગુજરાતના વિદ્યાર્થીઓ ફરી યુજી નીટ ન યોજવા સુપ્રિમ કોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવેલ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે જે વિદ્યાર્થીઓએ નિષ્ઠાપૂર્વક મહેનત ક્રી યુજી નીટ-2024 આપી હતી અને જેમણે તેમાં સારા માર્કસ મેળવીને પાસ થયા હતા તેઓ ફરી ‘નીટ’ યોજાશે તો? તેવા પ્રશ્ર્નોથી ખૂબજ ચિંતાતુર છે અને તેના અનુસંધાને ગુજરાતના વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા ન લેવા માટેની રીટ પીટીશન દાખલ કરી છે. સિધ્ધાર્થ કોમલ સિંગલા તથા અન્ય વિરૂધ્ધ એનટીએ. આ રીટ દાખલ કરાઈ છે.

તેમાં ઉલ્લેખ કરાયો છે કે મહેનતુ અને નિષ્ઠાપૂર્વક ‘નીટ’ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ખુબજ ચિંતાજનક પરિસ્થિતિમાં છે. જેથી ફરીને ‘નીટ’ પરીક્ષા ન થવી જોઈએ તેવી સુપ્રીમ કોર્ટમાં યાચિકા એડવોકેટ ઓન રેકોર્ડ દેવેન્દ્ર સિંઘ તથા એડવોકેટ અવિનાશ પોદાર દ્વારા રીટ પીટીશન દાખલ કરવામાં આવેલ છે. ગુજરાત વાલી મંડળ દ્વારા માહિતી આપવામાં આવી છે.

Print