www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

યોગથી ભાગે રોગ; મોદી સ્કૂલમાં યોગ દિનની ઉજવણી


સાંજ સમાચાર

ગઇકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં અગ્રેસર મોદી સ્કુલમાં કરવામાં આવી હતી. શાળાની તમામ બ્રાંચમાં ટ્રસ્ટી, મહેમાનો, આચાર્યો, સેકશન હેડ, શિક્ષણગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેનેજીંગ ટ્રસ્ટી આર.પી.મોદી, મે.ડિરેકટર ધવલભાઇ મોદીએ સૌને સુખાકારી માટે યોગ કરવા અનુરોધ કર્યો હતો. કરો આત્મા સાથે યોગ, મટી જાય અનંતા ભવ રોગનું સુત્ર મોદી સ્કુલમાં સાર્થક થયું હતું.  

Print