www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલે શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં યોગ દિનની ઉજવણી


શહેર ભાજપના તમામ મોરચાનો યોગ દિવસ કાર્યક્રમ સાંજે વિવિધ સ્થળોએ યોજાશે

સાંજ સમાચાર

રાજકોટ તા.20
 શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ શહેરીજનોને યોગ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે આવતીકાલે તા.21 જૂન ‘યોગ દિવસ’ છે ત્યારે ‘યોગ’ વિદ્યા એ શરીરને આત્મા સાથે જોડતી મહર્ષિ પતંજલીએ આપેલી વિશ્ર્વને અમુલ્ય ભેટ છે. કાલે સવારે તમામ વોર્ડ યોગ દિવસ કાર્યક્રમ યોજશે. 

તા.21 જૂન યોગ દિવસ અંતર્ગત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ અને શહેરના તમામ વોર્ડમાં અને મોરચાઓ દ્વારા યોગ દિવસ ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

 આ કાર્યક્રમ જે તે વોર્ડમાં રાખવામાં આવેલ સ્થળ ઉપર ગોઠવવામાં આવ્યો છે. જેમાં વોર્ડ નં.1નો કાર્યક્રમ શાળા નં.69 અંબાજી કડવા પ્લોટ ખાતે શહેર ભાજપ મહામંત્રી ડો. માધવભાઈ દવેની ઉપસ્થિતિમાં વોર્ડ નં.2માં સૌરભ સોસાયટીનું મેદાન, રૈયા રોડ ખાતે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતિમાં, વોર્ડ નં.3 છત્રપતિ શિવાજી ટાઉનશીપ, (2 બેડ) કર્ણાવતી સ્કુલ વાળા રોડ ઉપર દંડક મનીષ રાડીયાની ઉપસ્થિતિમાં, વોર્ડ નં.4 અક્ષર પાર્ટી પ્લોટ, કુવાડવા રોડ ખાતે મહામંત્રી અશ્ર્વિન મોલીયાની ઉપસ્થિતિ, વોર્ડ નં.5 શાળા નં.67 માલધારી સોસાયટી મેયર નયનાબેન પેઢડીયાની ઉપસ્થિતિમાં, વોર્ડ નં.6, ગોકુલ સ્કુલ, માંડા ડુંગર ખાતે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની ઉપસ્થિતિમાં, વોર્ડ નં.7 નરેન્દ્રકુંવરબા સ્કુલ, કરણપરા ચોક પાસે ખાતે રાજકોટ સાંસદ પરસોતમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં, વોર્ડ નં.8માં રાજ રેસીડેન્સીની બાજુમાં, સરદાર બગીચા ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાની ઉપસ્થિતિમાં, વોર્ડ નં.9 અક્ષર સ્કુલ, વોર્ડ નં.9ની ઓફીસ પાસે, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયાની ઉપસ્થિતિમાં, વોર્ડ નં.10માં બિપવન પાર્ક, સાંઈબાબા સોસા. પાછળ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી ઉપસ્થિતિમાં, વોર્ડ નં.11 ન્યુ ગાંધી સોસાયટીનો કોમન પ્લોટ ખાતે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં વોર્ડ નં.12 તપન હાઈટસની પાછળનું આરએમસી ગાર્ડન, 80 ફુટ રોડ ખાતે શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, વોર્ડ નં.13 શાળા નં.69, અંબાજી કડવા પ્લોટ ખાતે મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં.14 શાળા નં.61 પૃથ્વીરાજસિંહ ચૌહાણ શાળા, જીલ્લા ગાર્ડન બગીચા ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, વોર્ડ નં.15 આરએમસી શાળા નં.66 ગંજીવાડા ખાતે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં.16 શાળા નં.49, સાગર સોસાયટી સામે, સરદાર પટેલ દવાખાના પાછળ, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, વોર્ડ નં.17 શાળા નં.63, દેવપરા, કોઠારીયા રોડ ખાતે શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, વોર્ડ નં.18 પ્રમોદાબેન કોટેચા સ્કુલ, કોઠારીયા ગામ ખાતે પ્રદેશ મહિલા મોરચાના મંત્રી બીનાબેન આચાર્યની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા દરેક વોર્ડના પ્રમુખને જવાબદારી સોંપવામાં આવેલ છે.
 

શહેર ભાજપ મોરચાનો યોગ દિવસનો કાર્યક્રમની મોરચાના પ્રમુખને જવાબદારી સોંપવામાં આવી છે. શહેર ભાજપ યુવા મોરચાનો કાર્યક્રમ યુવા મોરચો બી.જી. ગરૈયા કોલેજ, કાળીપાટ સમય સાંજે 7 કલાકે, શહેર ભાજપ મહિલા મોરચાનો કાર્યક્રમ મહિલા મોરચો રેસકોર્ષ, યોગા ગ્રાઉન્ડ, ઈન્ડોર સ્ટેડીયમના દરવાજા પાસે, સમય સાંજે 5-30 કલાકે તેમજ બક્ષીપંચ મોરચો શિક્ષણ સમિતિનું ગ્રાઉન્ડ, કરણપરા ચોક સમય સાંજે 6 કલાકે, કિશાન મોરચો સરદાર પટેલ ગાર્ડન, અંબીકા ટાઉનશીપ સમય સાંજે 6-30 કલાકે, અનુસુચિત જાતી મોરચો એમ.જી. હોસ્ટેલ, કાલાવડ રોડ, સમય સાંજે 6 કલાકે લઘુમતી મોરચો વોરા સોસાયટી, માધાપર ચોકડી પાસે (ગાંધી સોસાયટી), સમય સાંજે 6 કલાકે અનુસુચિત જનજાતી મોરચો મેસોનીક હોલ, ભુતખાના ચોક સમય સાંજે 6 કલાકે આ કાર્યક્રમ યોજવામાં આવશે.

Print