www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

આજે વિશ્વ યોગ દિને દેશ અને દુનિયા યોગના રંગે રંગાયા

યોગ એ ભારતની માનવતાને અનોખી ભેટ: રાષ્ટ્રપતિ મુર્મુ


કાશ્મીરમાં યોગાભ્યાસ બાદ પીએમ મોદી લોકોને મળ્યા, સેલ્ફી પણ લીધી: કોલકાતામાં જાંબાઝ સૈનિકોએ યોગ કર્યા: જાપાનમાં ત્સુકિઝી હોંગવાનજી મંદિરમાં યોગાભ્યાસ થયા: નૌસેનાના જવાનોએ આઈએનએસ યુધ્ધ જહાજમાં યોગ કર્યા: ફ્રાન્સના 101 વર્ષના મહિલા યોગ ટીચરે પીએમ મોદીને યાદ કર્યા: બોલિવુડ સ્ટાર જેકીશ્રોફ પણ યોગના રંગે રંગાયા

સાંજ સમાચાર

નવીદિલ્હી તા.21
 ભારતીય સંસ્કૃતિના અણમોલ વારસા અમો યોગ હવે છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્ર્વનો વારસો બન્યો છે. છેલ્લા એક દાયકાથી 21 જૂને ઉજવાતા વિશ્ર્વ યોગ દિનથી યોગ સમગ્ર વિશ્ર્વમાં વિસ્તર્યો છે. આજે વડાપ્રધાન મોદીએ 10માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસ લોકો વચ્ચે સમૂહમાં યોગાસન કરી લોકોને સંબોધન કયુર્ં હતું. અહીં વડાપ્રધાન મોદીએ વરસાદના કારણે શ્રીનગરના એસકેઆઈસીસી હોલમાં યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

યોગાભ્યાસ બાદ લોકોને મળ્યા મોદી
 અહી યોગાભ્યાસ બાદ વડાપ્રધાન મોદી લોકોને મળ્યા હતા અને તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. વડાપ્રધાનને પોતાની વચ્ચે જોઈને લોકો ઉત્સાહિત થઈ ગયા હતા. લોકોએ તાલી વગાડીને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું.
કોલકાતામાં સૈનિકોના યોગાભ્યાસ

 સીટી એફ જોય કોલકાતામાં જાંબાઝ સૈનિકોએ યોગાભ્યાસ કર્યો હતો. નોર્ધન ફ્રન્ટીયર પર ભારતીય સેનાના જવાનોએ યોગાભ્યાસ કર્યા હતા.જાપાન રંગાયું યોગના રંગે  જાપાનમાં ભારતીય દૂતાવાસ તરફથી ત્સુકિઝી હોંગવાન મંદિરમાં આયોજીત 10માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસ સમારોહમાં જાપાની નેતૃત્વ રાજનીતિજ્ઞો, યોગ પ્રેમીઓ અને જાપાનમાં ભારતના મિત્રોની ભારે ભાગીદારી જોવા મળી હતી. જાપાનમાં ભારતીય દૂતાવાસ  તરફથી સોશિયલ મીડિયા પર આ જાણકારી શેર કરાઈ હતી.
પૂર્વ સ્પીકર ઓમ બિરલાએ યોગ સત્રનું નેતૃત્વ કર્યું

 17મી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે સંસદ ભવન પરિસરમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું.

નૌસેના કર્મીઓ દ્વારા યોગાભ્યાસ
 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે નૌસેના કર્મીઓએ આઈએનએસ યુધ્ધ જહાજ પર યોગાભ્યાસ કર્યા હતા.
રાષ્ટ્રપતિ મુર્મુએ કર્યા યોગ
 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ સચિવાલયના અન્ય અધિકારીઓ સાથે યોગ કર્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે યોગ માનવતાને ભારતની અનોખી ભેટ છે. સાથે સાથે આજના સમયમાં જીવનશૈલી સાથે જોડાયેલી સમસ્યાઓમાં વૃધ્ધિના કારણે યોગ વધ મહત્વનો બની ગયો છે.
રાજનાથ અને સેના પ્રમુખે મથુરામાં કર્યા યોગ
 રક્ષામંત્રી રાજનાથસિંહ, સેના પ્રમુક જનરલ મનોજ પાંડે અને અન્યોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઉત્તરપ્રદેશના મથુરામાં યોગ કર્યા હતા. જયારે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે મુંબઈમાં યોગ સત્રમાં ભાગ લીધો હતો.
ફ્રાન્સના 101 વર્ષના મહિલા યોગ ટીચરે મોદીને યાદ કર્યા
 101 વર્ષની મહિલા યોગ ટીચરે આજે વિશ્ર્વ યોગ દિને પીએમ મોદીને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે આ વર્ષે ભારતમાં ફ્રાન્સની 101 વર્ષની મહિલા યોગ ટીચરને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. તે કયારેય ભારત નથી આવી પણ તેણે યોગના પ્રચાર માટે આખું જીવન સમર્પિત કરી દીધુ છે.
બોલિવુડ સ્ટાર જેકીશ્રોફે કર્યા યોગાભ્યાસ
 આ વિશ્ર્વ યોગ દિવસ નિમિતે બોલિવુડ સ્ટાર જેકી શ્રોફે મુંબઈમાં યોગાભ્યાસ કર્યા હતા.
સીએમ યોગીએ લખનૌમાં કર્યા યોગ
 ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજયપાલ આનંદીબેન પટેલ સાથે લખનૌ સ્થિત રાજભવનના પરિસરમાં સામુહિક યોગાભ્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Print