www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પોપટપરામાં યુવક પર અજાણ્યા શખ્સોનો હુમલો


યુવકે અપશબ્દો બોલવાની ના કહેતાં ઝઘડો થયો હતો

સાંજ સમાચાર

રાજકોટ તા.13
શહેરનાં પોપટપરામાં રહેતાં યુવક પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. બાદ યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ કિશન શામજીભાઈ વાવેશા (ઉ.વ.17, રહે. પોપટપરા ઈમામ ચોક મસ્જિદ પાસે, રાજકોટ) તેઓ ગઈ કાલ રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ પોતે પોપટપરા સ્મશાન પાસે નજીક આવેલાં બગીચામાં હતો. ત્યારે બગીચા સામે આવેલ રસના સિચોડા અને ઢોસાવાળા લોકો અપશબ્દો બોલતા હોય જેથી કિશને સામેવાળાને અપશબ્દો બોલવાની ના કહેતાં ઉશ્કેરાઈ જઈને કિશન પર હુમલો કર્યો હતો. બાદ યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કિશન બંગડીના કારખાનામાં નોકરી કરે છે. યુવક બે ભાઈ અને એક બહેનમા નાનો છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમન નગર પોલીસને જાણ કરી હતી.

Print