www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બપોરે 2થી 3માં ઇસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં 19-19 મીમી તથા ન્યુ રાજકોટમાં 24 મીમી વરસાદ

રાજકોટમાં ‘ઘનઘોર’ માહોલ : એક કલાકમાં એક ઇંચ


◙ સવારે 11થી બપોરે 3 સુધીમાં સરેરાશ દોઢ ઇંચથી વધુ વરસાદ

સાંજ સમાચાર

◙ હોસ્પિટલ ચોક પાસે આઇ.પી.મિશન સ્કુલ નજીક દિવાલ ધસી પડી : ફાયર બ્રિગેડ દોડી

◙ ઘટાટોપ વાદળો-અંધકાર સર્જાતા ગમે ત્યારે અતિ ભારે વરસાદ તૂટી પડવાનું વાતાવરણ

રાજકોટ,તા.29
રાજકોટમાં છેલ્લા એકાદ સપ્તાહથી મેઘરાજા મન મુકીને વરસતા નથી અને માત્ર ઝાપટા વરસાવી જાય છે ત્યારે આજે બપોરથી શહેર પર ઘનઘોર માહોલ સર્જાવા સાથે મેઘરાજાએ તોફાની બેટીંગ કર્યુ હોય તેમ બપોરે રથી 3માં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આઇ.પી. મિશન સ્કુલ નજીક એક દિવાલ ધસી પડતા ફાયર બ્રિગેડના કાફલાને દોડાવવામાં આવ્યો હતો.

ફાયર બ્રિગેડના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે બપોરે રથી 3માં ઇસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં 19-19 મીમી તથા વેસ્ટ ઝોન એવા ન્યુ રાજકોટમાં 24 મીમી વરસાદ થયો હતો. આ પૂર્વે સવારે 11થી બપોરે ર વાગ્યા સુધીમાં ઇસ્ટ ઝોનમાં 16 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 19 મીમી તથા વેસ્ટ ઝોનમાં 16 મીમી વરસાદ નોંધાયો હતો. સવારથી બપોર સુધીમાં સરેરાશ દોઢ ઇંચથી વધુ પાણી વરસી ગયું હતું. બપોરે શહેરમાં ઘનઘોર વાતાવરણ જામ્યુ છે. આકાશમાં ઘટાટોપ વાદળો સર્જાયા હોવાથી ગમે ત્યારે અતિભારે વરસાદ તૂટી પડે તેવો માહોલ સર્જાયો છે. 

આજરોજ સવારથી  જ રાજકોટ શહેરમાં અસલી ચોમાસુ માહોલ જામ્યો છે. અને બપોરે 3 વાગ્યા સુધીમાં ઘટાટોપ માહોલ વચ્ચે રાજકોટમાં વધુ હળવા ભારે ઝાપટા સાથે 1 ઈંચ થી વધુ વરસાદ વરસી જતા રાજમાર્ગો અને નિચાણ વાળી શેરીઓ પાણી...પાણી થઈ જવા પામેલ હતાં.દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજરોજ રાજકોટ ઉપર સાયકલોનિક સર્કયુલેશનની અસર છે.

જેનાં ભાગરૂપે આજરોજ આખોદિવસ રાજકોટ શહેર અને જિલ્લામાં વિવિધ તાલુકામાં 0॥થી 2.5 ઈંચ સુધીનો વરસાદ વરસી જશે.મોટા ભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે.જયારે જિલ્લામાં એક-બે સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે.દરમ્યાન રાજકોટ ફાયરબ્રિગેડનાં જણાવ્યા મુજબ આજે બપોરે બે વાગ્યા સુધીમાં રાજકોટનાં સેન્ટ્રલ ઝોનમાં -13 ઈસ્ટઝોનમાં -13મી.મી. અને વેસ્ટઝોનમાં 16મી.મી. વરસાદ નોંધાયો હતો

.જયારે સ્થાનિક હવામાન કચેરીમાં જો કે ઉલ્લેખનીય બાબત એ છેકે શહેરમાં બપોરે બે વાગ્યા બાદ પણ હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહ્યો છે. ત્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં 1 ઈંચ જેટલો વરસાદ પડી ચુકયો છે. અને સંભવત સાંજ સુધીમાં હજુ વધુ વરસાદ પડશે દરમ્યાન આજરોજ સવારથી જ શહેરમાં ઘટાટોપ વાદળો વચ્ચે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ છે. ત્યારે, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અને આહલાદ્ક વાતાવરણ છવાયું છે.

જયારે આજે બપોરે 2.30 કલાકે રાજકોટનું તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું.અને હવામાં ભેજ 100 ટકા રહ્યો હતો. તેમજ પવનની ઝડપ 8 કિ.મી પ્રતિકલાક રહેવા પામી હતી.દરમ્યાન બપોરે 3 કલાકે આ લખાય છે ત્યારે પણ રાજકોટ શહેરમાં મેઘરાજા ભરપુર હેત વરસાવી રહ્યા છે. અને એકધારો વરસાદ યથાવત છે. આજની આગાહી જોતા શહેરમાં સાંજ સુધીમાં ખુબ સારો વરસાદ નોંધાય તેવી પુરી શકયતા છે.

રાજકોટ શહેરમાં આજે સવારથી મેઘરાજાએ પધરામણી કરી છે અને સતત હળવો થી મધ્યમ વરસાદ વરસી રહ્યો હોય શહેરમાં ઠંડક સાથે આહ્વાદક હવામાન છવાયેલું છે સાથો-સાથ રાજમાર્ગો અને શેરીઓ પાણી...પાણી.... થઈ ગયા છે. 
(તસ્વીર: દેવેન અમરેલીયા)

Print