www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હેડ કવાર્ટરમાં પરેડ દરમ્યાન જ પીએસઆઈને હાર્ટએટેક આવ્યો: સારવારમાં ખસેડાયા


કોઠારીયા ચોકીમાં ફરજ બજાવતા બી.એચ. પરમાર વહેલી સવારે પરેડ કરી રહ્યા હતા ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડયા બાદ બેભાન થઈ જતા પોલીસ વેનમાં જ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા: ફોજદાર પર સર્જરી કરવામાં આવી: હાલ તબીયત સ્થિર

સાંજ સમાચાર

રાજકોટ તા.29

 હેડ કવાર્ટરમાં વહેલી સવારે ચાલુ પરેડ દરમ્યાન પીએસઆઈ બી.એચ. પરમારને છાતીમાં દુ:ખાવો ઉપડયા બાદ સારવારમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમના પર સર્જરી કરવામાં આવી હતી. હાલ તેમની તબીયત સ્થિર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.  પ્રાપ્ત વિગતો મુજબ હેડ કવાર્ટરમાં દરરોજ પોલીસ સ્ટાફની પરેડ યોજવામાં આવે છે ત્યારે આજે વહેલી સવારે પીએસઆઈ બી.એચ. પરમાર પણ દરરોજની માફક પરેડમાં જોડાયા હતા.

તેઓ પરેડ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ છાતીમાં તીવ્ર દુ:ખાવો ઉપડતા ત્યાં જ બેભાન થઈ ગયા હતા. ત્યાં હાજર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા તેઓને તાત્કાલિક પોલીસ વેન મારફતે પ્રથમ સીવીલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તબીબી નિદાનમાં તેઓને હૃદયની બે વેન બ્લોક આવતા તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી અને હાલ તેઓની સ્થિતિ સ્થિર હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ હતું.  સારવારમાં રહેલ પીએસઆઈ પરમાર બે વર્ષ પહેલા એ ડીવીઝન પોલીસ મથકમાં જોડાયા હતા. હાલ તેઓ કોઠારીયા નાકા ચોકીમાં ફોજદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. બનાવથી પોલીસબેડામાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

Print