www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જોડીયા તાલુકાની જસાપર, મેઘપર, મોરાના તથા મચ્છુનગર પ્રા.શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો


સાંજ સમાચાર

(શરદ રાવલ)
હડીયાણા, તા.29
જોડિયા તાલુકા ની જસાપર,મેઘપર,મોરાના પ્રા.શાળા માં.ક્ધયા કેળવણી મોહત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો. જેમાં રાજ્ય કક્ષાએથી સંસદીય વિભાગના ઉપ સચિવ શ્રી સુતરિયા મેડમ ઉપસ્થિત રહ્યા હતા.સાથે હિસાબી અધિકારી જામનગર ના ભક્તિબેન  મકવાણા તથા એડવોકેટ દીક્ષિતાબેન ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં સૌ પ્રથમ મહેમાનોનું શાળાની બાળાઓ દ્વારા પુસ્તક અને પેન  દવારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ દીપ પ્રાગટય અને સમૂહ પ્રાર્થના કરવામાં આવી.ત્યાર બાદ અધિકારી દ્વારા નાના બાળકો ને બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કીટ, લંચ બોક્સ,પાણી બોટલ આપી પ્રવેશ કરાવ્યો હતો. શાળાના બાળકોએ બેટી બચાવો,વૃક્ષઓનું મહત્વ વિશે સ્પીચ આપી હતી.

દરેક શાળાના તેજસ્વી વિદ્યાર્થીનું બહુમાન કરવામાં આવ્યું હતું. હિસાબી અધિકારી ભક્તિબેન મકવાણાએ બાળકો ને સતત મહેનત કરવા અને શિક્ષણમાં આગળ વધવા સૂચના કર્યું હતું. ઉપ સચિવ સુતરિયા મેડમે બાળકો અને વાલીઓ ને સરકારની વિવિધ યોજનાની વાત કરી.અને બાળકો ને વધુ શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું. બાળકો ને સરકારી શાળામાં ભણાવવા સૂચન કરેલ. 

ત્યાર બાદ ગત વર્ષની બાળકોની એકમ કસોટી અને વાર્ષિક પેપર ની તપાસની કરાઈ હતી.તથા દેરક ગામની એસ.એમ.સી.ની મિટિંગ બોલાવેલ.જેમાં  વાલીઓ ના સૂચનો રજૂ થયેલ તેમની અધિકારીએ નોંધ કરેલ .બાળકોને  દરેક શાળામાં વિવિધ દાતાઓ દવારા સ્ટેસનરી રૂપી મોટી રકમ ના  દાન  આપવામાં આવ્યા હતા. દાતા ઓ ના સન્માન કરવામાં આવેલ.આ તકે જીલા પંચાયત ના કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબેન અઘેરા,જેઠાલાલ અઘેરા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલાસાનીયા, મંત્રી મઢવીભાઈ, તાલુકા  પ્રા.શિક્ષક સંઘ ના પ્રમુખ ભાવેશભાઈ પનારા બી.આર.સી.જામી વિશેષ ઉપસ્થિત રહી બાળકો ,શિક્ષકો ને પ્રોત્સાહીત કર્યા હતા.આ સાથે લાઇજન માં સી.આર.સી.દિનેશભાઇ ડાંગર તથા રાણીપા જાગૃતિબેન જોડાયા હતા.આ તકે ગામના સરપંચો, તળભ અધ્યક્ષ તથા ગામના આગેવાનો,વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Print