www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘ભૈયાજી’ નબળી પટકથાએ તાકતવર ‘ભૈયાજી’ને ફીક્કા કરી નાખ્યા


સાંજ સમાચાર

મુંબઇ, તા.25
બોલીવૂડમાં ઇન્ડીપેન્ડેન્ટ સિનેમાને મજબૂતી આપનાર બહેતરિન એક્ટર મનોજ બાજપેયી 100મી ફિલ્મ ‘ભૈયાજી’માં પોતાના ઇતર એકશન અવતારમાં દર્શકો વચ્ચે પહોંચ્યા છે. બિહારની માટીમાં રચાયેલી બદલાની ભાવનાની આ કથાને સિંગલ સ્ક્રીન એક્શન એન્ટેન્ટેનર તરીકે બનાવવામાં આવી છે.
જેમાં કડક દેશી સીન જરૂરી છે પણ નબળી પટકથાના કારણે ‘ભૈયા જી’નો સમયકાળ ફીસ્કો થઇ ગયો છે.

કથા બિહારી બાબુ રામચરણ ત્રિપાઠી ઉર્ફે ભૈયા જી (મનોજ બાજપેયી)ની છે. જે પોતાના વિસ્તારના રોબિન હડનો બાપ છે. ક્યારેક તેના નામથી પૂરો વિસ્તાર થર થર કાંપતો હતો. પોતાના પાવડાથી તેણે મોટા મોટા માથાભારે લોકોને પરલોક સિધાવી દીધા હતા. પણ પોતાના પિતાને વચન આપવાના કારણે તે ખૂન-ખરાબા છોડીને પોતાની સાવકી મા અને સાવકા ભાઇ સાથે ઇમાનદારીની જિંદગી જીવવા લાગે છે. ત્યારે પોતાના માસૂમ ભાઇની દર્દનાક હત્યા બાદ તે ફરીથી પાવડો ઉઠાવવા અને રૌદ્રરૂપમાં આવવા મજબૂર બને છે.

ફિલ્મના નિર્દેશક અપૂર્વસિંહ કાર્કીએ પોતાની રિયલિસ્ટિક અંદાજવાળી પહેલી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’થી ઘણી પ્રશંસા મેળવી હતી.
આ વખતે તેમણે લાર્જર ધેન લાઇફ મસાલા ફિલ્મ બનાવી છે. પણ અહીં ના તો વાર્તામાં નવીનતા છે કે ના તો ટ્રીટમેન્ટ ધારદાર છે. આ ફિલ્મની ટ્રીટમેન્ટ અને સ્લો મોશનવાળી એકશન ‘પુષ્પા’ અને ‘કેજીએફ’ની યાદ અપાવે છે. પણ ‘ભૈયા જી’ પુષ્પા કે રોકીભાઇ જેવું આકર્ષણ પેદા નથી કરી શકતા. ફિલ્મની નબળાઇ સરેરાશ પ્રોડ્કશન ડિઝાઇન છે, એડીટીંગમાં ચુસ્તીની જરૂર હતી, ફિલ્મના મજબૂત પક્ષની વાત કરીએ તો ખુદ ભૈયા જી એટલે કે મનોજ બાજપેયી છે. ફિલ્મની નાયિકા મૈથીલીના રોલમાં જોયા હુસેને ધારદાર એકશન કરી છે. સુવિન્દર વિક્કીના પાત્રને બરાબર ડેવલપ નથી કરાયું. બેક ગ્રાઉન્ડ સ્કોર જોરદાર છે. ગીતો પમ સારા બન્યા છે.

 

Print