www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગ બાળકોની શાળામાં ઉત્સાહભેર ઉજવાયો ‘શાળા પ્રવેશોત્સવ’


તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, બેગ, પાઠ્યપુસ્તકો, ચોપડા સહિતની શૈક્ષણિક વસ્તુઓનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)  વઢવાણ,તા.1
જિલ્લામાં જુદી જુદી: શાળાઓમાં તા.26 થી 28 એમ ત્રિ-દિવસીય ‘ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -2024’ ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે એકપણ બાળક શિક્ષણ થી વંચિત ન રહે તે માટે ડી.એસ.પારેખ બહેરા મુંગા બાળકોની શાળા,નવા જંકશન પાસે, સુરેન્દ્રનગર ખાતે ઉત્સાહભેર દિવ્યાંગ બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત દાતા દિનેશભાઈ શાહે બાળકોને તેમના નવીન શૈક્ષણિક વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવી, શિક્ષણની મહત્તાને ભારપૂર્વક સમજાવી હતી.  મૂકબધિર એવા દિવ્યાંગ બાળકોએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતની ઊજવણી શાનદાર રીતે કરી હતી. આ તકે શાળાના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, બેગ, પાઠ્યપુસ્તકો, ચોપડા સહિતની શૈક્ષણિક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી, જેમાં બાળકોએ ગીત, નૃત્ય અને નાટક રજૂ કરી પ્રતિભા દર્શાવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા હેતુસર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમીત કે.ભટ્ટ, મમતા મંદિર કોલેજના પ્રિન્સિપાલ બળવંત ભાઈ વ્યાસ, ઈજનેર હિરેનભાઈ શાહ, સંસ્થાના મંત્રીઓ, શાળાના સ્ટાફ, વિદ્યાર્થીગણ અને તેમના માતા-પિતાએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

Print