www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

‘વિરાટ’ : સ્ટ્રાઇક રેટથી જેને જવાબ આપ્યો


કોહલીએ આ સિઝનમાં તેની IPL કારકિર્દીમાં 8000 રનનો આંકડો પાર કર્યો

સાંજ સમાચાર

મુંબઇ : 
IPL -2024માં RCB નું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. વિરાટ કોહલી નામનું ’રન મશીન’ પણ આ સિઝનમાં જોવા નહીં મળે. RCB સિઝનની પ્રથમ સાત મેચમાંથી છમાં હારી ગયું હતું અને વિરાટ કોહલીનો સ્ટ્રાઈક રેટ ચર્ચાના કેન્દ્રમાં હતો. વિરાટ રન બનાવી રહ્યો હતો, પરંતુ તેની સ્ટ્રાઈક રેટ ટીમની હારનું મુખ્ય કારણ કહેવાય છે.

તેમના સ્ટ્રાઈક રેટ અને સ્પિન સામેના સંઘર્ષની સુનીલ ગાવસ્કર સહિત ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ ટીકા કરી હતી. શરૂઆતમાં, વિરાટે ટીકા સામે પોતાના બચાવમાં પૂર્વ ક્રિકેટરો પર નિશાન સાધ્યું અને કહ્યું કે તે ઘણા વર્ષોથી આ રીતે રમી રહ્યો છે અને તેને તેનાથી કોઈ સમસ્યા કે કોઈ ખામી દેખાની નહી.

 

સિક્સથી જવાબ આપવાનું શરૂ કર્યું 
તેના આ નિવેદનથી વિવાદ પણ થયો અને ગાવસ્કર ગુસ્સે થઈ ગયા હતા. તેણે કહ્યું, ’અમે બધાએ થોડું થોડું ક્રિકેટ રમ્યું છે. અમે જે જોઈએ છીએ તે જ કહીએ છીએ. ગાવસ્કરના આ નિવેદન બાદ બધુ બદલાઈ ગયું. પ્રથમ છ મેચમાં 131ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહેલા વિરાટે પોતાની બેટિંગ સ્ટાઈલ બદલી હતી.

ગ્રાઉન્ડ શોટ રમવામાં માહેર આ બેટ્સમેન બોલને હવામાં રમવા લાગ્યો. પહેલી જ ઓવરથી ધુંઆધાર બેટીંગ શરૂ કરી અને ચોગ્ગા ને બદલે છગ્ગા મારવા લાગ્યો. લીગ રાઉન્ડ સુધી તેણે 37 સિક્સ ફટકારી હતી જે બીજા નંબરની સૌથી વધુ છગ્ગા હતા. વિરાટે આ સિઝનમાં કુલ 62 ફોર અને 38 સિક્સર ફટકારી હતી. વિરાટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્વીપ શોટ નથી રમતો. પરંતુ તેણે તેની રમત બદલીને આશ્ચર્યચકિત કરી દીધા અને સ્લોગ સ્વીપ શોટ પણ મારવાનું શરૂ કર્યું.

 

આઠ હજારને પાર
આ સીમાચિહ્ન સુધી પહોંચનાર તે પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે IPL 2024ની 15 મેચોમાં 61.75ની એવરેજ અને 154.70ની સ્ટ્રાઈક રેટથી 741 રન બનાવ્યા. તેમાં એક સદી અને 5 અડધી સદી છે.

વિરાટ કોહલી જેવા ખેલાડીઓને ચીડાવા ન જોઈએ. આ સાથે તે વધુ સારો બની જાય છે. તેણે સ્ટ્રાઈક રેટને લઈને ટીકા સાંભળવી પડી. આ ટીકાએ મન ઉપર લઈ કામ કર્યું અને તેની અંદર આગને હવા મળી. ઇજાગ્રસ્ત ખેલાડી વધુ ખતરનાક હોય છે. 
-મેથ્યુ હેડન, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર

વર્લ્ડકપમાં ઓપનિંગ કરશે
જો આપણે ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમના અન્ય બેટ્સમેન સાથે વિરાટના સ્ટ્રાઈક રેટની તુલના કરીએ તો તે ચોથા સ્થાને આવે છે. જો કે, જ્યારે રન સાથે સ્ટ્રાઈક રેટની સરખામણી કરવામાં આવે છે, ત્યારે તે અન્ય કોઈ કરતા ઘણો આગળ છે. રોહિતને ખતરનાક સ્ટ્રાઈકર માનવામાં આવે છે, પરંતુ IPL ની સિઝનમાં વિરાટે તેના કરતા વધુ અને ઝડપી રન બનાવ્યા છે.

યશસ્વી જયસ્વાલ આક્રમક બેટ્સમેન છે, પરંતુ તે આ સિઝનમાં હલચલ મચાવી શક્યો નથી. વિરાટ જે પ્રકારના ફોર્મમાં છે, તેણે ઓપનિંગમાં એક વિકલ્પ પણ આપ્યો છે. બ્રાયન લારાએ એવું પણ સૂચન કર્યું હતું કે વિરાટ-રોહિતની ઓપનિંગ જોડી ભારત માટે વર્લ્ડ કપમાં અસરકારક સાબિત થઈ શકે છે.

 

 

Print