www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મહાપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા 13.17 કરોડના કામને મંજૂરી


સાંજ સમાચાર

જામનગર તા.28

આચાર સંહિતા બાદ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં કોર્પોરેશને પકડેલા પશુઓની સારવાર માટે બે એમ્બ્યુલન્સો ભાડે રાખવા, 8 કરોડના ખર્ચે પાણીની લાઈન માટે પાઈપ ખરીદવા સહિતના વિકાસ-નિભાવના કામ માટે રૂ.13.17 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

આચાર સંહિતાને કારણે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા માત્ર ખર્ચની જાણની આઈટમો મંજુર કરવામાં આવતી હતી. જે બાદ  પ્રથમ વખત નિતિ વિષયક નિર્ણયો લેતી બેઠક ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેષર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી તેમજ 12 સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની સાન્ટમાં રબ્બર ગાસ્કેટવાળા 100 થી 500 મીલીમીટરના પાઈપ ખરીદવા, વાલ્વ મેન્ટેનન્સ માટે તેમજ પાઈપના સાંધા જોડવાના કામ પેટે રૂ.10.28 કરોડના ખર્ચને, સાતરસ્તા, રણજીતનગર, પટેલકોલોની બગીચાના નિભાવ માટે રૂ.3.50 લાખના, શહેરના પાંચેય સીવલ ઝોનમાં બીજ-કેનાલ મજબુતીકરણના કામ માટે રૂ.15 લાખના, વિવિધ વોર્ડમાં માટી મોરમ-ગીટ સપ્લાય કરીને પાથરી આપવાના કામ પેટે રૂ.22.50 લાખના, ટ્રાફીક વર્કસ કામ પેટે રૂ.10 લાખના, વોર્ડ નં.દમાં યાદવનગરમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ.14.42 લાખના, કોર્પોરેશનમાં પ્રાઈવેટ સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ નક્કી ન થયો હોવાથી જે એજન્સીનું કામ ચાલુ છે.

તે એજન્સીને છેલ્લા 3 માસમાં કરેલી કામગીરી પેટે રૂ.13.37 લાખનું, સોલીડ વેસ્ટ શાખા હસ્તકના બેકહો લોડર વાહનના ઓપરેશન-મેન્ટેનન્સ પેટે 3 વર્ષના રૂ.1.73 કરોડના ખર્ચને, વોટરવર્કસ વિભાગ માટે ગેલ્વેનાઈઝ તથા બોરીંગની આઈટમો ખરીદવા રૂ.15 લાખના, ઢોરના ડબ્બા માટે બે એમ્બ્યુલન્સો અને એક મોટરકાર ભાડે કરવા માટે રૂ.3.70 લાખના મળીને કુલ રૂ.13 કરોડ 17 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત કોર્પોરેશનના ફાયર બ્રિગેડન જુના ભંગાર બનેલા વાહનો રૂ.10.36 લાખમાં વેંચવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.

Print