www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ધ્રાંગધ્રા ગેલેકસી લગઝરી હોટલના ત્રીજા માળે બોર્ડમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી: કોઈ જાનહાની નહી


મંજુરી, બીયુ પરમિશન, ફાયર સેફટી સંબંધીત જરૂરી કાર્યવાહીની તટસ્થતાની તપાસ કરવા ઉઠી લોકમાંગ

સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.1
ધ્રાંગધ્રા શહેરના મધ્યમાં આવેલ ગેલેક્સી લક્ઝરી હોટેલના ત્રીજા માળે લગાવેલ ઈલેક્ટ્રિક ડિજિટલ બોર્ડમાં સર્કિટ સર્જાતા આગ લાગવાની ધટના બની હતી હોટેલના નામનું ઈલેક્ટ્રીક બોર્ડ ડિજિટલ બોર્ડ હોવાથી તેમાં શોર્ટ સર્કિટ સર્જાતાં આગ લાગી હતી સદનસીબે દુર્ધનટા ટળી હતી આગ લાગવાની ઘટના બનતા આજુબાજુ વિસ્તારમાં રહેતા રહીશો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જ્યારે આ હોટેલમાં અગાઉ પણ બે વખત આગ લાગી હોવાની ચર્ચાઓ એ પણ જોર પકડ્યું હતું. 

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે આવેલ ગેલેક્સી લકઝરા હોટલના ત્રીજા માળે આગ લાગવાની ઘટના ફરી એક વાર સામે આવી હતી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગેલેક્સી લકઝરા હોટલના ત્રીજા માળે હોટલની જાહેરાત માટે લગાવેલા સિમ્બોલ વાળા બેનરમાં અગમ્યો કારણસર શોર્ટ સર્કિટ થતા આગ ભભુકી ઉઠી હતી.

ધટના બનતા આજુ બાજુ ના રહીશો હેબતાઈ ગયા આગ થોડીક ક્ષણો માં આંગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. એક તકે રાજકોટ ગેમ ઝોન ની ભયાનક દુર્ઘટના બાદ ધ્રાંગધ્રામાઁ ફાયર સેફટી બાબતે નોટિસ નામનું છલક છલાણું કરવા સિવાય કોઈ પરિણાત્મક કામગીરી સામે નથી આવી ત્યારે ધ્રાંગધ્રા મધ્યે આવેલી હોટલ લકઝરા માઁ આગ લાગવાની ઘટનાઓ આ પહેલા પણ બની ચુકી છે.

હોટલના બીયુ પરમિશન અને પાર્કિંગ નાં વિવાદ પણ સામે આવ્યા હતાં. હાલ હોટલ દ્રારા પાર્કિંગ માટે બાજુમાં શેડ ઉભો કરવામાં આવ્યો છે ત્યારે પ્લાન મંજૂરી, બીયુ પરમિશન અને ફાયર સેફટી સબન્ધીત જરૂરી કાર્યવાહી ની તટસ્થતાથી તપાસ થાય તેં બાબતે લોકમાંગ ઉઠવા પામી છે.

 

Print