www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મોરબીનાં ટિંબડી ગામના પાટીયા પાસે ઘેંટા ભરેલ બે બોલરો સાથે 4 પકડાયા


સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.17 
મોરબીના ટિંબડી ગામના પાટીયાથી આગળ રવિરાજ ચોકડી પાસેથી બે બોલેરો ગાડી પસાર થઈ રહી હતી જે બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી અને તે બંને ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી કુલ મળીને 67 ઘેટા મળી આવ્યા હતા જેથી કરીને 2,01,000 ની કિંમતના અબોલ જીવ તેમજ 6 લાખની બે બોલેરો ગાડી આમ કુલ મળીને 8,01,000 નો મુદ્દામાલ કબજે કરી હાલમાં ચાર શખ્સોને પકડીને પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગૌરક્ષકોની ટીમને હકીકત મળી હતી જેના આધારે મોરબીના ટિંબડી ગામના પાટીયાથી રવિરાજ ચોકડી વચ્ચેના રસ્તા ઉપરથી બે બોલેરો ગાડી પસાર થઈ હતી જે બંને બોલેરો ગાડીને રોકવામાં આવી હતી અને તે ગાડી ચેક કરી ત્યારે તેમાંથી 67 ઘેટા મળી આવ્યા હતા જેથી આ બનાવ સંદર્ભે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા જયરાજસિંહ મહાવીરસિંહ ઝાલા જાતે દરબાર (28)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટિંબડી ગામના પાટીયા નજીકથી બોલેરો ગાડી નંબર જીજે 12 બીવાય 594 અને જીજે 12 બીવાય 4428 પસાર થતી હતી.

જેને રોકીને ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી 67 ઘેટા મળી આવ્યા હતા જેથી કરીને 2,01,000 ની કિંમતના અબોલ જીવ તેમજ 6 લાખની બે બોલેરો ગાડી આમ કુલ મળીને 8,01,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં પોલીસે આ ગુનામાં આરોપી મુસ્તુફા જમનશા શેખ (25), મહમદસીદીક આશિમશા શેખ (26) રહે. બંને ભુજ ઓકટ્રો ચોકી બાજુમાં તાલુકો અંજાર, ભીમાભાઇ વશરામભાઈ રબારી (60) રહે. જંગી ગામ તાલુકો ભચાઉ અને અમીનશા મહમદશા શેખ (21) રહે શિકારપુર તાલુકો ભચાઉ વાળાની ધરપકડ કરી હતી અને આગળની તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

Print