www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હળવદના મંગળપુર ગામે રહેતા યુવાનને આઇફોન-15 આપવાનું કહીને 45,500 ની છેતરપિંડી


સાંજ સમાચાર

(જિગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 1
હળવદના મંગળપુર ગામે રહેતા યુવાનને ફેસબુકમાં મુકેલ આઇફોન-15 ફોનની પોસ્ટ જોઈએ હતી અને સામે વાળાએ ખોટી પોસ્ટ છે તે જાણતો હોવા છતાં પણ ખોટી ઓળખ આપીને યુવાન પાસેથી રૂપીયા 45,500 ઓનલાઇન ટ્રાન્સફર કરીને મેળવી લીધા હતા અને યુવાનની સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદી આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના મંગળપુર ગામે રહેતા મયુરભાઇ ગીરધરભાઇ ઉડેશા જાતે કોળી (24)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદિપ વિઠલભાઇ ઝાલા રહે. રાજકોટ વાળાની સામે વિશ્વાસઘાત તથા છેતરપીંડીની ફરિયાદ નોધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 4/6/24 ના બપોરના 3:00 વાગ્યાના અરસામા ફરીયાદી તેના ઘરે હતો ત્યારે આરોપી જયદિપ વિઠલભાઇ ઝાલાએ પોતાના મોબાઇલ ફોન નં. 93130 62471 ઉપર ફેસબુક એપ્લીકેશનમા ઉંફુીબવફ ણફહફ નામની ખોટી આઇ.ડી. બનાવી આ આઇ.ડી ઉપર મોબાઇલ ફોન વેચવાની પોસ્ટ પોતાની ફેસબુક આઇ.ડી. ઉપર મૂકી હતી અને આ પોસ્ટ ખોટી હોવાનુ જાણવા છતા ફરીયાદીને વિશ્વાસમા લઇ સાહેદ વિપુલભાઇ ભીમાણી નામના વ્યક્તિ પાસે ટેક્સીના ભાડાની ડિપોઝિટ ભરવા પેટે તેમનુ યુપીઆઈ સ્કેનર મેળવી તેમા ફરીયાદી પાસેથી આઇફોન-15 ના રૂપીયા 45,500 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા અને આઇફોન-15 ફોન ફરીયાદીને ન આપીને તેની સાથે આરોપીએ પોતાની ખોટી ઓળખ આપીને વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ- 406, 420 (ઇગજ કલમ 316 (2),318 (4)  મુજબ) તથા આઇ.ટી. એકટ 2000 ની કલમ 66 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

Print